જૂનાગઢમાં સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અર્થે મેળાનું આયોજન

જૂનાગઢમાં સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અર્થે મેળાનું આયોજન
વંદે ગુજરાત ૨૦ વર્ષનો ૨૦ વીસ વર્ષનો વિશ્વાસ કાર્યક્રમ હેઠળ તા.૧૩મી જુલાઈથી સાત દિવસીય મેળાનો પ્રારંભ
મેળાની પૂર્વ તૈયારીઓ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની અધ્યક્ષતામાં બેઠક મળી
જૂનાગઢ : વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ કાર્યક્રમ હેઠળ બહેનોના સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે આગામી તા.૧૩ જુલાઈ થી સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની પૂર્વ તૈયારીઓના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
આ મેળો શહેરની એ.જી. હાઇસ્કુલના પરિસરમાં આયોજિત કરવામાં આવશે.
જીલ્લા પંચાયત ભવન ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ટ્રાફિક, ફાયર, પાણી, સાફ સફાઈ, શૌચાલય, ડેકોરેશન સ્ટોલ સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતીઆ ઉપરાંત તાલુકા કક્ષાએ યોજવાના થતા મેળાઓ સંદર્ભે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તા.૧લી મે ના રોજ પાટણ ખાતેથી વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર. જે. જાડેજા, ઇન્ચાર્જ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર શ્રી નંદાણીયા4 નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મંડોત, પ્રોગ્રામ ઓફીસર શ્રીમતિ શારદાબેન દેસાઈ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756