ખેડબ્રહ્મા: કોંગ્રેસ નવ સંકલ્પ જન સંમેલન યોજાયું

ખેડબ્રહ્મા: કોંગ્રેસ નવ સંકલ્પ જન સંમેલન યોજાયું
Spread the love

ખેડબ્રહ્મા: કોંગ્રેસ નવ સંકલ્પ જન સંમેલન યોજાયું.
સાબરકાંઠા કોંગ્રેસ પાર્ટી દ્વારા નવ સંકલ્પ જન સંમેલન ખેડબ્રહ્મા શહેરના ઊંડવા વિસ્તારમાં યોજાયું.
આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા આયોજિત
સાબરકાંઠા આદિજાતિ સેલ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર વિધાનસભા મતક્ષેત્ર વિસ્તારમાં નવ સંક્લ્પ જન સંમેલન યોજાયું હતું.
ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ત્યારે ખેડબ્રહ્મા વિધાનસભા ની સીટ માં કોંગ્રેસનો જવલંત વિજય થાય તેવું નવ સંકલ્પ જન સંમેલન માં સંકલ્પ લેવડાવ્યો હતો.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ આદિવાસી વિસ્તારની જંગલની જમીનનો પહેલો હક જંગલમાં વસતા આદિવાસી લોકોનો છે જંગલમાંથી મળતી પેદાશો માંથી પોતાનું ગુજરાન નિભાવવા જંગલોની જમીનનો દરેક હક દરેક આદિવાસી ને મળે તે માટે આરપારની લડાઈ લડવાની વાત કરી હતી
સાથે આપણા નવયુવાનોને ભાજપ,આર.એસ.એસ ત્રિશૂળ અને તલવારો ન પકડાવે તે માટે જાગૃત રહેવા હાકલ કરી હતી. અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા કે ભાજપના શાસનમાં મોંઘવારી બેકારી એ માઝા મૂકી છે ત્યારે ગુજરાતમાં અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો મોંઘવારી અને બેકારી માંથી આપણે મુક્ત થઈ શકીએ તે માટે કોંગ્રેસની સરકાર લાવવા આહવાન કર્યું હતું.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી ચાલુ ધારાસભ્યોને પણ ખોટા કેસમાં ફસાવી જેલોમાં મોકલવાના ષડયંત્ર કરી રહી છે
તે માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે અને ભાજપને ઉખાડીને ફેંકી દેવાની છે અને ગુજરાતમાં કોંગ્રેસ નું શાસન આવે તે માટે આપણે સૌએ ખભે ખભા મિલાવી કોંગ્રેસ તરફી મતદાન કરવાની ફરજ પાડી હતી
અને એમાં ખેડબ્રહ્મા ની સીટ કોઈપણ ભોગે કોંગ્રેસના ફાળે આવે તે માટે હાજર સૌ કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરી હતી
આ નવ સંકલ્પ સંમેલન માં સાબરકાંઠા અરવલ્લી અને દાંતા વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોર, ધીરજ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા,
કોંગ્રેસના કતૉહતૉ મધુસૂદન મિસ્ત્રી, સાબરકાંઠા પૂર્વ પ્રમુખ બાપુ, રામ ભાઈ સોલંકી મુકેશભાઈ પરમાર, પ્રકાશભાઈ બારોટ, મંત્રી ભવાનસિંહ વાઘેલા સાબરકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ, ખેડબ્રહ્મા ,પોશીના અને વિજયનગર તાલુકાના કોંગ્રેસ સંગઠનના દરેક કાર્યકર્તાઓ અને મતદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા પૂર્વ પ્રમુખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!