આરોગ્યના 112 કર્મીઓને નિયમિત પગાર ધોરણના નિમણૂક પત્ર એનાયત

આરોગ્યના 112 કર્મીઓને નિયમિત પગાર ધોરણના નિમણૂક પત્ર એનાયત
જિલ્લા પંચાયત ભરૂચની આરોગ્ય શાખાના વિવિધ વર્ગના કર્મચારીઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂક આપવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ. જ્યાં જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ, આરોગ્ય સમિતિ માનનીય અધ્યક્ષ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ અન્ય પદાધિકારી હાજાર રહ્યાં હતા.
આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના તાબા હેઠળ ફરજ બજાવતા વિવિધ વર્ગના કર્મચારીઓ જેવા કે 53 ફિમેલ હેલ્થ વર્કર, 41 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 10 લેબ ટેક્નિશિયન, 3 ફાર્માસિસ્ટ, 5 સ્ટાફ નર્સ આમ કુલ 112 કર્મચારીઓને પાંચ વર્ષ પૂર્ણ થતા જિલ્લા પંચાયતના સભાખંડમાં આરોગ્ય શાખાના અધિકારીઓ અને વિવિધ પદાધિકારીઓ ના હસ્તે નિયમિત પગાર ધોરણમાં નિમણુંક પત્રનો હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756