આપઘાત કરે તે પહેલા જ કેશોદ ૧૮૧ ની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને બચાવી

આપઘાત કરે તે પહેલા જ કેશોદ ૧૮૧ ની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને બચાવી
સાસુ અને પતિના માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાતનું વિચાર્યુ
જૂનાગઢ : માણાવદર તાલુકાના એક ગામમાંથી કોઈ મહિલાના સાસુએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવ્યું હતું કે, અમારી પુત્રવધુ આપઘાત કરી જીવન ટૂંકાવવા એમના બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો છે. આથી અમારી મદદ કરવા જણાવતા જ કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયાએ ગંભીરતા દાખવી પાયલોટ સાથે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા.
સ્થળ પર મહિલા તેમના બંધ રૂમમાં આપઘાતનો પ્રયાસ કરતી હતી. તેથી સમજદારી દાખવીને મહિલાને આશ્વાસન આપી ને શાંતિથી બેસાડી પુછપરછ કરી હતી. જેમાં મહિલા એ જણાવ્યું હતું કે, મહિલાના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. મહિલા પરીવારની જવાબદારી સમજી શકે તે હેતુથી શરૂઆત કરી રહી હતી. પંરતુ એ પહેલાં તો મહિલાના સાસુ અને પતિ નાની નાની ભૂલો કાઢી રોજ માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હોવાથી મહિલા કંટાળી આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. આથી મહિલાના પતિ અને સાસુનુ કાઉન્સેલિંગ કરીને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા. મહિલા પોતનો સંસાર આગળ ચલાવવા માંગતા હોય તેથી મહિલાના માતા સાથે ફોન પર કાઉન્સેલિંગ કરી સંપૂર્ણ ઘટના વિશે જાણ કરી હતી. મહિલા આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા ન હોય તેથી મહિલાના સાસુ અને પતિને કાયદાકીય માહિતી આપી ઠપકો આપ્યો હતો. મહિલા પર માનસિક શારિરીક ત્રાસ ન આપવા સમજાવ્યા હતા. અને મહિલાને આપઘાતના વિચારથી મુક્ત કરી સુખઃદ સમાધાન કરાવ્યુ હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756