કેશોદ ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદીયાનું GVK EMIR દ્રારા સન્માન કરવામાં આવ્યું

કેશોદ ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદીયાનું GVK EMIR દ્રારા સન્માન કરવામાં આવ્યું
Spread the love

કેશોદ ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદીયાનું GVK EMIR દ્રારા સન્માન કરવામાં આવ્યું

પરિવારને તુટતો બચાવી સુખદ સમાધાન કરાવનાર ૧૮૧ના કાઉન્સેલરનું સન્માન કરાયું

જૂનાગઢ : ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેવા મહિલાઓ માટે હમેંશા તત્પર રહે છે. કેશોદ ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદીયાએ અનેક મહિલાઓના પરીવારને તૂટતા બચાવી પરિવારોનું સુખદ સમાધાન કરાવ્યું છે અને પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

જૂનાગઢ તા.૨૬-૦૫-૨૨ના રોજ GVK EMIR દ્રારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં GVK EMIRના અધિકારીઓપોલીસ અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ૧૮૧ના કાઉન્સેલરોની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા  હતાં. જેમાં કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયાની પ્રશંસનીય કામગીરી ધ્યાનમાં લઇ જૂનાગઢ ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના સ્ટાફે ડાયબેનની પ્રશંસનીય કામગીરી બદલ મળેલ સિધ્ધીને આવકારી બિરદાવ્યા હતાં.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!