વેરાવળમાં સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

વેરાવળમાં સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો
વેરાવળમાં સ્વામી લિલાશાહ ભવન વાડી ખાતે તા.૧૨ ને રવિવારે સિંધી સમાજ દ્વારા જે વિધાર્થીઓએ ધો.૧૦ અને ૧૨ પાસ કર્યું હોઈ અને ભણતરમાં આગળ જવા માટે કંઈ દિશામાં જવું તેના માટેના માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાસુદેવ તીરથાણી, ડો. ડી.સી. સતવાણી, ડો. રામાણી, તુલસીકુમાર શર્મા, ઇન્દ્રકુમાર ચંદનાણી, ડો.વિનોદકુમાર ભંભાણી, વિશાલ સામિયાણી, ડો.દિનેશ મૂલચંદાણી, ડૉ.રાજેશભાઈ મુલચંદાણી, ડો.હરેશભાઈ રોચાણી, ડો. લિપ્સા લાલવાણી, દિશા ગોવિંદા, મનોજભાઈ ટહેલયાણી, કૃણાલભાઈ સુખદેવ, રોહિત થારયાણી, ડો.મુકેશ લાલવાણી સહિતનાઓએ વિવિધ સરકારી અને ખાનગી ક્ષેત્રો જેવા કે ડોકટર, એન્જિનિયર,વકીલ, સીએ, બેન્કર ,પોસ્ટ, ક્લાસ -૧ ,ક્લાસ -૨, ક્લાસ -૩ તેમજ અન્ય ડિપ્લોમા કોર્સિસ માં કઈ રીતે આગળ વધવું તેમજ તમામ ક્ષેત્રોની ઉંડાણપૂર્વક માહિતી આપી વિદ્યાર્થીઓને આગળ વધવાની રાહ બતાવી હતી.કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનોને સ્મૃતિચિહ્ન આપી સિંધી સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રીપોર્ટ:- રાહુલ કારીયા (વેરાવળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756