કડી ખાતે આયુર્વેદ મેગા નિદાન કેમ્પ યોજાયો

કડીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા નગરપાલિકા દ્વારા આયુર્વેદ મેગા નિદાન કેમ્પ યોજાયો
કડી માં આવેલ ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે નિ:શુલ્ક આયુર્વેદ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો
કડી માં આવેલ સરકારી આયુર્વેદ હોસ્પીટલ તથા કડી નગરપાલીકા દ્વારા આ કડી શહેર તથા ગામડાઓ ના લોકો માટે આ નિ:શુલ્ક આયુર્વેદ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આયુર્વેદ હોસ્પીટલ માં ગણા બધા દર્દીઓ ને ચેકઅપ તથા સારવાર મળી રહે છે. આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઘણા બધા દર્દીઓ હોસ્પિટલ નો લાભ લેતા હોય છે.
ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે સાથે સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ શિબિર પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ ને યોગ કરવામાં આવ્યા હતા.અને આ આયુર્વેદ મેગા નિદાન કેમ્પ માં હાર્ટ ને લગતા રોગો, ચામડીને લગતા રોગો, સ્ત્રીરોગો, ડાયાબિટીસ, કીડની ને લગતા રોગો, વજન અને વાળને લગતી સમસ્યા, શ્વસનતંત્રના રોગો, માનસિક રોગો જેવા અનેક રોગો ની સારવાર અને યોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ડોકટર દ્રારા જરૂરી રોગો થી બચવા માટે ની સાવચેતી ના પગલાં કઈ રીતે રાખવા તેના માટે જરૂરી માર્ગદર્શન થતાં સૂચનો આપવામાં આવ્યા હતા અને સરકારી આયુર્વેદ હોસ્પીટલ દ્ધારા ચેકઅપ માટે આવેલ લોકો ને જરૂરી દવાઓ પણ ફ્રી માં આપવામાં આવી હતી.
સરકારી આયુર્વેદ હોસ્પીટલ દ્ધારા વન ઔષધિ કેન્દ્ર નું પ્રદર્શન, યોગ શિબિર માં અલગ અલગ યોગાસન અને માહિતિ ના 42 જેટલા યોગ નું પોસ્ટર દ્ધારા પ્રદર્શન, સરકારી આયુર્વેદ હોસ્પીટલ દ્ધારા આયુર્વેદ મેગા નિદાન કેમ્પ માં આશરે 204 જેટલા દર્દીઓ એ સારવાર અને ચેકઅપ નો લાભ લીધો હતો.જેમાં સરકારી આયુર્વેદ હોસ્પીટલ ના વૈધ વર્ષા પટેલ, વૈધ નિકિતા કક્કડ,વૈધ હર્ષ પટેલ, નગરપાલીકા પ્રમુખ ભરતભાઇ પટેલ, એપી.એમ.સી. ચેરમેન રાજુભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ,ભુપેન્દ્રભાઈ પટેલ,VHP દિનેશભાઈ પટેલ,VHP શહેર પ્રમુખ જશુભાઈ પટેલ,કોર્પોરેટર હિમાંશુભાઈ ખમાર કોર્પોરેટર વિપુલ પટેલ, મૌલિક પટેલ, પિનાકીનભાઈ,મયંકભાઈ, જીમીલ પ્રજાપતિ,, જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756