રાજકોટ : લાઈટહાઉસ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનરશ્રી.

રાજકોટ : લાઈટહાઉસ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનરશ્રી.
Spread the love

રાજકોટ માં ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ લાઈટહાઉસ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનરશ્રી.

રાજકોટ માં મહાનગરપાલિકાનાં કમિશનરશ્રી અમિત અરોરાએ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ (GHTC) હેઠળ નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશી ટેકનોલોજીની મદદથી નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ શક્ય તેટલો વહેલો પૂર્ણ થાય તેનાં પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનરશ્રીએ કામગીરીની ગતિ વધુ ઝડપી કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં, આ પ્રોજેક્ટની સાથે જ પાણીની પાઈપલાઈન સંબંધી કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન PGVCL અને ગુજરાત ગેસ કંપનીનાં પ્રતિનિધિશ્રીઓ પણ હાજર હતા અને કમિશનરશ્રીએ આ બંને કંપનીઓને તેમના હિસ્સે આવતું કાર્ય ઝડપભેર આગળ ધપાવવા પણ સુચના આપી હતી. ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ ભારતનાં ૬ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં રૂ.૧૧૭ કરોડનાં ખર્ચે બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટમાં કુલ ૧૧ ટાવરનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે અને તેમાં કુલ ૧૧૪૪ આવાસ બનાવવામાં આવી રહ્યા છે. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ.કમિશનરશ્રી ચેતન નંદાણી અને શ્રી એ.આર.સિંહ સહીત સિટી એન્જી.શ્રી એચ.યુ.દોઢિયા, શ્રી કે.એસ.ગોહેલ, સ્માર્ટ સિટીના જનરલ મેનેજરશ્રી વાય.કે.ગૌસ્વામી, પી.એ.(ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી અને DEE શ્રી આર.જી.પટેલ તેમજ ગુજરાત ગેસ અને PGVCL ના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ  દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!