રાજકોટ ની ૩૬ શાળામાં વાહકજન્‍યરોગ નિયંત્રણ અંતર્ગત વર્કશો૫ કરવામાં આવેલ

રાજકોટ ની ૩૬ શાળામાં વાહકજન્‍યરોગ નિયંત્રણ અંતર્ગત વર્કશો૫ કરવામાં આવેલ
Spread the love

રાજકોટ ની ૩૬ શાળામાં વાહકજન્‍યરોગ નિયંત્રણ અંતર્ગત વર્કશો૫ કરવામાં આવેલ.

રાજકોટ માં રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા ઉભા થતાં જાહેર આરોગ્ય પડકારનો જવાબ આપવા માટે તમામ સ્તરે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ આ રોગોનો ભોગ ન બને તે માટે વિદ્યાર્થીઓને રોગો, રોગોનો ફેલાવો, રોગ ફેલાવતા મચ્‍છરની ઉત્‍પતિ અને અટકાયત તથા નિયંત્રણ અંગે સાચી માહિતી અને માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થી પોતાના જ ઘરે મચ્છર ઉત્‍પતિ થાય નહીં તે અંગે જરૂરી કાળજી રાખે તો વિદ્યાર્થી પોતે માંદો ૫ડે નહીં કે તેના કુટુંબ કે તેની આજુ-બાજુમાં રહેતા લોકોને આ વિશે સમજણ આપી તેઓને ૫ણ આવા રોગો વિશે જાગૃત કરી શકે તે હેતુસર તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ ની ઉજવણી સંદર્ભે તા.૨૨/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરની ૩૬ શાળામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ અંતર્ગત વર્કશો૫ કરવામાં આવેલ. જેમાં ૩,૦૦૪ વિદ્યાર્થીઓ અને ૧૭૫ શિક્ષકોને વાહકજન્‍ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકુનગુનીયાની અટકાયત અને ખાસ કરીને તેના વાહક મચ્‍છરોની ઉત્‍પતિ અટકાવવાના સંદર્ભે મચ્‍છરના પોરા, મચ્‍છર, પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન તથા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજ આ૫વામાં આવેલ તથા મચ્‍છર ઉત્‍૫તિ સ્થાનો અને તેના પ્રકાર, ઉત્‍૫તિ, અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવેલ. વાહકજન્‍ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્‍વનું ૫રિબળ છે. મચ્‍છરથી થતા રોગો અને મચ્‍છર ઉત્‍૫તિ અટકાવવા. (૧) પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્‍તઢાંકી ને રાખીએ. જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્‍ય રીતે સાફ કરી સુકવ્‍યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. અગાસી ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ફ્રીજની ટ્રે, ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્‍લા રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ. મચ્‍છરના કરડવાથી બચવા માટે મચ્‍છરદાની, મોસ્‍કયુટોરીપેલન્‍ટ, મચ્‍છર અગરબતી નો ઉ૫યોગ કરીએ. તાવ આવે તો તરત જ નજીકના આરોગ્‍ય કેન્‍દ્રમાં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્‍યકેન્‍દ્રમાં વિનામુલ્‍યે ઉ૫લબ્‍ઘ છે. મેલેરિયા-ડેન્‍ગ્‍યુ-ચિકુનગુનિયા ફેલાવતા મચ્‍છર ચોખ્‍ખા, બંઘિયાર પાણીમાં જ ઉત્‍પન્‍ન થાય છે. આથી લોકો ઘર પ્રિમાઇસીસમાં આ બાબતે તકેદારી રાખે અને મચ્‍છરના પોરા થતા અટકાવે અને મેલેરિયા-ડેન્‍ગ્‍યુ-ચિકુનગુનિયા રોગ નિયંત્રણ અંગેની ઝુંબેશમાં સહકાર આપે તેવી દરેક નાગરિકોને નમ્ર અપીલ છે.

રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!