ડભોઇ તાલુકા ના સાઠોદ ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

આજ થી રાજ્ય સરકાર ની સૂચના મુજબ શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સમગ્ર ગુજરાત યોજવા માં આવી રહ્યો છે જેને લઇ ડભોઇ તાલુકા ના સાઠોદ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ શાળા ની બાળકીઓ દ્વારા મનુષ્ય ગૌરવ ગીત તેમજ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.ત્યાર બાદ મહેમાનો નું પુસ્તક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મહાનુભવી દ્વારા બાળકો ને પાપા પગલી બેગ તેમજ ચોપડા સહિત શિક્ષણ લાગતી કીટ આપી શાળા પ્રવેશ આપ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ,ડભોઇ તાલુકા પંચાયત સભ્ય પેરણાબેન બારોટ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ ના કૃણાલભાઈ,તાલુકા બી.આર.સી કો-ઓડીનેટર ભરતભાઇ,માજી તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઇ બારોટ સહિત મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756