ડભોઇ શિનોર ચોકડી પાસે ભર બપોરે ગાડી નો કાચ તોડી બેગ ની ઉઠાંતરી કરતા તસ્કરો

ડભોઇ તાલુકા ના વસઈ ગામ ના રહેવાસી એવા મોહિતભાઈ પટેલ સોલાર પેનલ નો વ્યવસાય કરે છે. જેઓ ધંધા ના કામ અર્થે બહારગામ જવાનુ હોઈ ડભોઈ મુકામે આવેલ કે ડી પેટ્રોલ પમ્પ સામે આવેલ હોટલ માં ચા નાસ્તો કરવા રોકાયા હતા તે દરમ્યાન અજાણ્યા તસ્કરો દ્વારા તેમની કાર નો ચાલાકીપૂર્વક કાચ તોડી અંદર મુકેલ બેગ ની ઉઠાતરી કરી નાસી ગયા હતા. જે બાબત ની જાણ કારમાલિક ને થતા તેઓ દ્વારા ડભોઇ પોલીસ નો સંપર્ક સાધવા માં આવ્યો હતો. કારમાલિક ના જણાવ્યા અનુસાર બેગ માં તેમના બેંક ના કિંમતી કાગળો, ચેકબુક તથા રોકડ રકમ મુકેલી હતી. આશ્ચર્ય ની બાબત એ છે કે ગાઠિયાઓ દ્વારા એટલી ચાલાકી થી કાચ તોડવા માં આવેલ છે કે મુખ્ય માર્ગ પર અવર જવર કરતા રાહદારીઓ ને પણ ચોરી બાબત ની જાણ થયી ન હતી.ફરિયાદ ના પગલે ડભોઇ પોલીસ દ્વારા બનાવ ની વિગત જાણી અજાણ્યા તસ્કરો ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ઉક્ત બનાવ ના સ્થળ થી માત્ર 50 મીટર ના અંતરે જ પોલીસ પોઇન્ટ પણ આવેલ છે.જેથી પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી લૂંટ ચલાવતા તસ્કરો ને ઝડપી પાડવા લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756