તલોદ તાલુકાના સાગપુર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

શાળા પ્રવેશોત્સવ માં મુખ્ય પદાધિકારી (આઇ. એ.એસ) શ્રી રેમ્યા મોહન મુથાદત મિશન ડાયરેકટર શ્રી નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર અને ઇન્ચાર્જ તલોદ પી.એચ.ઓ ડૉ. એ.એચ.સોલંકી અને ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ઉપસ્થિત અધિકારી શ્રીનું સ્વાગત પરમાર યસ્વિનીબા ગોવિંદસિંહ દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સરપંચ શ્રી પરમાર લક્ષ્મિબા ગોવિંદસિંહ દ્વારા કોરોનામાં જેના વાલીઓ મૃત્યુ પામ્યા હોય તેમનો ભણતરની તમામે જવાબદારી લીધી છે અને
સાથે ધોરણ ૧ માટે તમામ બાળકોને સ્કૂલબેગ વિતરણ કર્યું હતું.
સાગપુર શાળાની સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત પસંદગી થયેલ છે. અંદાજિત ૫૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને જ્ઞાનકુંજ માધ્યમથી ૪ સ્માર્ટ ક્લાસ પણ ચલાવાય છે.
હાલ ધોરણ ૧ માં ૪૪ અને આંગણવાડીમાં ૧૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
અધિકારી શ્રી દ્વારા સ્કૂલમાં વૃક્ષારોપણ કરી સ્કૂલ ના તમામ વિભાગોની મુલાકાત લીધી.
ત્યારબાદ આરોગ્ય સેવા કેન્દ્ર ની પણ મુલાકાત લીધી હતી.અને ત્યાંના સ્ટક્ચર ની પણ નોંધ લીધી સાથે દરેક ગ્રામજનોને આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા પણ જણાવ્યું.આંગણવાડી ના તેડાંગર બહેનનો ને બોલાવી કુપોષિત બાળકોની નોંધ લીધી.
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756