ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા

ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા
અષાઢી બીજના દિવસે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળી
આજ રોજ અષાઢી બીજ નિમિત્તે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ રથ પર સવાર થઇ નીકળ્યા હતા, અંકલેશ્વરના હરિદર્શન સોસાયટી માં ભગવાન જગન્નાથ જી નો મંદિર આવેલ છે, જ્યાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાથી યાત્રા નું આયોજન કરવામાં આવતું નહતું , પરંતુ આ વર્ષે જયારે કોરોના કાબુમાં છે અને તમામ ધર્મના તહેવારો ઉજવાઈ રહ્યા છે તો આ વર્ષે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા હતા, રથયાત્રા હરિદર્શન સોસાયટી થી લઈને ભરૂચી નાકા, સેલારવાડ, કરોળિયાવાડ, ચૌટા બજાર, પંચાટી બજાર, ભાંગવાડ થઇ મંદિર પરિસર માં પરત થઇ હતી, યાત્રાના આયોજક જીતુ ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારથી અંકલેશ્વરમાં નીકળે છે ત્યારથી યાત્રાની શરૂઆતથી જ સાથે રેહનાર અને મુસ્લિમ સમાજ વતી ગામમાં શાંતિ અને સલામતી ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે હેતુસર દરેક તહેવારોમાં પોતાની હાજરી આપનાર શહેરના અગ્રણી અને જેમની દરેક કૌમ માં અનહદ ચાહનાઓ છે એવા અમારા વડીલ સિકંદર ભાઈ ફડવાલા અમારી વચ્ચે નથી રહ્યા જેમની ખોટ કદાપિ પુરી શકાય એમ નથી ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમની વર્ષોની પરંપરા એમના દીકરાએ જાળવી રાખી એનું અમને આનંદ છે, એમના આપેલ સંસ્કારો એમના દીકરામાં આવ્યા એ અમારા માટે હર્ષની વાત છે, એમની જગ્યાએ એમના દીકરા વસીમ ફડવાલા એ હાજરી આપી હતી, જયારે મુસ્લિમ આગેવાનો પૈકી બખ્તિયાર પટેલ, રિટાયર્ડ પીઆઈ મોહમ્મદ અલી શેખ, ઉપસ્થિત રહ્યા હતા, જયારે આયોજકો પૈકી જીતુ ભાઈ પટેલ, ઉજ્જવલ નાણાવટી, ગંગાદાસ બાપુ, મહેન્દ્ર પુષ્કર્ણા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ, શહેર પીઆઇ વાળા સાહેબ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, ચેરમેન સંદીપ પટેલ, સુરેશ પટેલ, જનક શાહ, કમલજીત ઠાકોર, હરીશ પુષ્કર્ણા, સંદીપ જમિયત પટેલ, નિલેશ પટેલ, રમણભાઈ પટેલ, અરવિંદ પટેલ,વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756