ગાંધીધામની સિંધી સંસ્થા દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થી ઓને નોટબુકો અને પેનો નું વિતરણ કરાયું

ગાંધીધામની સિંધી સંસ્થા દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થી ઓને નોટબુકો અને પેનો નું વિતરણ કરાયું
ગાંધીધામ: ક્યારેક ક્યારેક નાની એવી સહાયતા વિદ્યાર્થીઓ માટે અને નાના બાળકો માટે વિસ્માંરણીય અને આનંદદાયક બની જતી હોય છે ત્યારે જ્યાં જરૂર પડે ત્યાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી અને દરેક પ્રકારની સહાયતા કરતી ગાંધીધામની સિંધી સંસ્થા શ્રી મોતીયાણી વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીનીઓને ફુલ સ્ક્રેપ નોટબુકો અને પેનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ગણેશનગર ,ગાંધીધામ ના સેક્ટર પાચ મા આવેલ આ શાળાના વિદ્યાર્થીઓને આ ટ્રસ્ટ દ્વારા ૫૦૦ નોટ બૂકો અને બોલપેનોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી બાળકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ટ્રસ્ટ બાળકોના શિક્ષણ ની ચિંતા કરી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવે છે તે બદલ ટ્રસ્ટના અગણી હેમંત મોતીયાણી અને રાજસ્થાન થી પધારેલા પ્રેમ પ્રકાશ જી ને અભિનંદન આપ્યા હતા.
શાળાના આચાર્ય શ્રીમતી નયનાબેન સોમાણી અર્જુનભાઈ કટુવા તેમજ કંચનબેન કુકસાલે આ સહાયતા બદલ ટ્રસ્ટ નો આભાર માન્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા અગાઉ પાંચસોથી વધુ બાળકોને પગરખાનું પણ વિતરણ કર્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756