ભરૂચ જિલ્લામાં યોજાયેલ સખી મંડળના ૫૦ સ્ટોલોમાં ૬ દિવસમાં અંદાજિત રૂ.૧૦ લાખનું વેચાણ

ભરૂચ જિલ્લામાં યોજાયેલ સખી મંડળના ૫૦ સ્ટોલોમાં ૬ દિવસમાં અંદાજિત રૂ.૧૦ લાખનું વેચાણ
Spread the love

ભરૂચ જિલ્લામાં યોજાયેલ સખી મંડળના ૫૦ સ્ટોલોમાં ૬ દિવસમાં અંદાજિત રૂ.૧૦ લાખનું વેચાણ થયું.

૬ દિવસ દરમિયાન કુલ ૧૯૫૦૦ લોકોએ વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાની મુલાકાત લીધી

“વંદે ગુજરાત : ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ” કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં યોજાયેલ સખી મંડળના ૫૦ સ્ટોલોમાં ૬ દિવસમાં અંદાજિત રૂ. ૧૦ લાખનું વેચાણ થયું.આ દરમિયાન કુલ ૧૯૫૦૦ લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્યું હતો. ભરૂચ જિલ્લા વિકાસ એજન્સી દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભરૂચ જિલ્લાના પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષ સ્થાને આયોજીત તા. ૨૯ જૂનથી શરૂ થયેલ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનની તા. ૪ જુલાઈએ પૂર્ણાહુતિ થઈ હતી. સ્વસહાય જૂથો (સખી મંડળો) દ્વારા ઉત્પાદિત વસ્તુઓની જિલ્લાની પ્રજાએ ઉત્સાહભેર ખરીદી કરતા માત્ર ૬ જ દિવસમાં કુલ રૂ. ૧૦,૧૩,૬૨૦/-નો વકરો થતા આ મેળો સખી મંડળોને ફળ્યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વંદે ગુજરાત પ્રદર્શની અને સખી મેળાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. સખીમંડળની બહેનો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા કરાયેલા આ પ્રયાસને પ્રજાએ પણ સહર્ષ આવકારી મેળામાંથી મન મુકીને ખરીદી કરી હતી. નવસારી, સુરત, ભરૂચ,પોરબંદર, ખેડા, સાબરકાંઠા અને વડોદરાના મળીને કુલ 50 સ્ટોલ પર સ્વ સહાય જૂથ (સખી મંડળ)ની મહિલાઓ દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓ જેવી કે, ઓર્ગેનિક પ્રોડ્ક્ટ, હેન્ડીક્રાફ્ટ, ડ્રેસ મટિરિયલ્સ, હોમ ડેકોરેશનની વસ્તુઓ, અથાણાં, મરી-મસાલા અને નાગલીના પાપડ પાપડી સહિતની પ્રોડક્ટનું ધૂમ વેચાણ થયું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળતી માહિતી મુજબ ૬ દિવસ દરમિયાન કુલ ૧૯૫૦૦ લોકોએ મુલાકાત લીધી છે તથા ૬ દિવસમાં અંદાજિત રૂ. ૧૦,૧૩,૬૨૦/-લાખનું વેચાણ થયું છે.
આ મેળાના ૬ દિવસ દરમિયાન કુલ ૧૯૫૦૦ લોકોએ વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાની મુલાકાત લીધી હતી. જેમાં અંદાજીત ૧૨૦૦ જેટલી મહિલાઓએ મેળાની મુલાકાત લઈ આત્મનિર્ભર બનવાની શીખ મેળવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ અને માહિતી વિભાગ ભરૂચના સહયોગથી વંદે ગુજરાતની માહિતી પુસ્કતિકાનું વિતરણ કર્યુ હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!