નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ પાંચાણની બદલી થતાં વિદાય સમારંભનો કાયૅક્રમ યોજાયો,
* દરેક સમાજના આગેવાનો અને પો.કમીૅઓએ શાલ અને ફુલહારથી સન્માન કરી સ્મૃતિભેટ આપી,
નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ પાંચાણી બદલી થતાં વિદાય સંભારમનો કાયૅક્રમ યોજાયો હતો,
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના અતિસંવેદનશીલ તરીકે નેત્રંગ તાલુકાની ગણના થતી હોવાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને આમ પ્રજાની સુરક્ષા-વ્યવસ્થા માટે પોલીસતંત્રએ ખડેપગે તૈયાર રહેવું પડતું હોય છે.જેમાં નેત્રંગ પો.સ્ટેશનમાં છેલ્લા બે વષઁથી ફરજ બજાવી રહેલા પીએસઆઈ એન.જી પાંચાણી પોતાની કાયૅકુશળતા અને આવડતના કારણે નેત્રંગ તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ પ્રાપ્ત કયૉ હતો.
જેમાં મુખ્યત્વે નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ પાંચાણીની ભરૂચ એલસીબી પીએસઆઇ તરીકે બદલી થતાં સાથી પો.કમીૅઓ ધ્વારા વિદાય સંભારમના કાયૅક્રમનું આયોજન કરાયું હતું,જેમાં ઉપસ્થિત ગ્રામજનોએ પીએસઆઇ પાંચાણીની કામગીરી બિરદાવી હતી.જ્યારે પીએસઆઇ પાંચાણીએ પોતાના ફરજ દરમીયાન સાથ-સહકાર આપનાર તમામ લોકો અનેે સાથી પો.કમીૅઓનો આભાર માન્યો હતો.દરેક સમાજના આગેવાનો અને પો.કમીૅઓએ શાલ અને ફુલહારથી સન્માન કરી સ્મૃતિભેટ આપી શુભકામનાઓ પાઠવી હતી.સાથી પો.કર્મીઓએ સરકારી ગાડીને ફુલહારથી શણગારી પીએસઆઇ પાંચાણી અને રાયટર હેડ તરીકે ફરજ બજાવતા ઇશ્વરભાઇ વય નિવૃતિ થતાં બંનેને ગાડીમાં બેસાડી વિદાય આપતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.નેત્રંગ પ.સ્ટેશનના નવા પીએસઆઇ તરીકે એસ.વી ચુડાસમાની નિમણુંક કરાઇ હતી.
રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756