આદિપુર ખાતે માજી મુખ્યમંત્રીશ્રી ની જન્મતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આદિપુર ખાતે માજી મુખ્યમંત્રીશ્રી ની જન્મતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
આદિપુર ખાતે માજી મુખ્યમંત્રી શ્રી અમરશીભાઈ ચૌધરી ની જન્મતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગાંધીધામ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરશીભાઈ ચૌધરીના જન્મદિવસ ૩૧/૭/૨૦૨૨ના ગાંધી સમાધિ આદિપુર ખાતે પુષ્પાંજલિ અને ભાવ વંદના કાર્યક્રમ નું આયોજન કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય અને ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી ના પૂર્વ ચેરમેન શ્રી વાલજીભાઈ દનીચા એ પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ” શ્રી ચોધરી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૧૯૮૫ થી લઈ ૧૯૮૯ દરમિયાન કચ્છમા ભયંકર દુષ્કાળ ની સ્થિતિ વખતે મુખ્યમંત્રી અમરસિંહભાઈએ કચ્છના અનેક ગામોમાં રાહત કામો ,ઢોરવાડા , ગ્રામ્યવાસીઓને વેતન ,મજૂરી તથા રાહતનું અનાજ પહોંચાડ્યું હતું . આ માનવતા વાદી કામગીરી બદલ હજુ પણ ગ્રામ્ય પ્રજા તેમને યાદ કરે છે. સમગ્ર ગુજરાતના લોકો માટે તેઓ સતત ચિંતિત રહ્યા હતા. ગાંધીધામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી હાજી ગની માંજોઠીયે શ્રી ચૌધરીની વિશીષ્ટ કામગીરી તથા ગરીબ પ્રજા માટેની લાગણીઓની કેટલાય સંજીવ પ્રસંગો યાદ કરી વંદના કરી કોંગ્રેસ અને ગ્રામ્ય પ્રજા માટેની કામગીરીનો ઉલ્લેખ કરી તેમની સેવાઓને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.સી.ડીપાર્ટમેન્ટના કન્વીનર ગોવિંદ દનીચા, લક્ષ્મણ સેવાણી, ભુપેન્દ્ર ઠક્કર , રમેશભાઈ આહીર તેમજ અન્યોએ શ્રી અમરસિંહ ભાઈની ગુજરાત અને એસ.સી. એસ.ટી. સમાજ પ્રત્યેની સેવાઓ અંગે દ્રષ્ટાંતો આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન ,સીવણ વર્ગ તેમજ રાશનકીટ વગેરેનું આયોજન માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા અને અન્ય યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756