ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની બેઠક યોજાઇ.
Spread the love

પત્રકાર એકતા પરિષદ

ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની બેઠક યોજાઇ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા.

નવનિયુક્ત પ્રદેશ કારોબારી સભ્ય અને ભાવનગર જિલ્લા પ્રભારી પિયુષભાઈ શાહનું બહુમાન કરાયું.

તમામ તાલુકામાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થતા તાલુકા પ્રમુખશ્રીઓ નાં પણ સન્માન કરાયા.

સમૃતિભેટ સ્વરૂપે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને ખ્વાજા ગરીબ નવાઝ ની ફોટોફ્રેમ આપી કરાયું સન્માન.

ગુજરાતભરના પત્રકારોના હિત તેમજ અનેક સેવાકાર્યો સાથે જોડાયેલા પત્રકાર એકતા પરિષદની ભાવનગર જિલ્લા ની બેઠક યોજાઇ હતી.

આજની આ બેઠક માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગીરવાનસિંહ સરવૈયા, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી પિયુષભાઈ શાહ, ભાવનગર જિલ્લા કારોબારી પ્રભારી શ્રી સંજયભાઈ ડાભી તેમજ જીલ્લાના વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા..

કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્વામા આવ્યો હતો.

પત્રકાર એકતા પરિષદ નાં સ્થાપક મર્હુમ.શ્રી સલીમભાઈ બાવાણીને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.
ઉપસ્થિત મહાનુભવો નું પુષપહાર પહેરાવી તેમજ સમૃતિભેટ બહુમાન કરાયું હતું તેમજ આજની આ બેઠક નો મુખ્ય હેતુ ગુજરાતભરમાં ચાલી રહેલા પત્રકાર એકતા પરિષદ નાં સદસ્યતા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા શહેર તેમજ સમાવિષ્ઠ તાલુકાઓમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા તમામ તાલુકા પ્રમુખશ્રીઓ નું વિશેષ સન્માન કરાયું હતું.

ભાવનગર શહેરમાં પાછલા ઘણા દિવસોથી તનતોડ મહેનત કરી અને ફોર્મ ભરવાની કામગીરીમાં સહયોગી થનાર જિલ્લા પ્રભારી શ્રી સંજયભાઈ ડાભી, જિલ્લા ઉપપ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી શ્રી નીરજભાઈ ડાભી નું પણ વિશેષ સન્માન કરાયું હતું.

પ્રદેશ કા કારોબારી સભ્ય શ્રી પિયુષભાઈ શાહ દ્વારા હાજર પત્રકાર મિત્રોને સંબોધી જણાવ્યું હતું કે, પત્રકાર એકતા પરિષદ એક વટવૃક્ષ સમાન બની અને ગુજરાત નાં તમામ પત્રકાર મિત્રો ને છાયડો આપી રહ્યું છે ત્યારે આવા મહાકાય સંગઠન માં જોડાવું અને તેનું સભ્ય બનવું પણ ગર્વ ની વાત છે..

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભૂભાઈ કાત્રોડીયા દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું કે , પત્રકાર એકતા પરિષદ શરૂઆત થી પત્રકારોના હક માટે લડત આપતું આવ્યું છે. સંગઠન ની રચના કરતા કરતા પત્રકારો પર થયેલા અન્યાય સામે ખડે પગે રહી અને પત્રકારોને ન્યાય અપાવ્યો છે. આ એક માત્ર સંગઠન ગુજરાતભર નાં તમામ જિલ્લા અને મહત્તમ તાલુકાઓમાં કારોબારી નું અસ્તિત્વ સાથે પત્રકારોની સુખાકારી માટે કાર્યરત છે અને સરકાર સાથે વાટાઘાટો મારફત શક્ય તેટલા પ્રશ્નો નું પણ નિરાકરણ લાવી છેલ્લા અંદાજિત 20 વર્ષમાં પત્રકારોના પ્રશ્નો નુ નિરાકરણ લાવનાર પ્રથમ સંગઠન હશે.

કાર્યક્રમ ની આભારવિધિ વરિષ્ઠ પત્રકાર શ્રી કાળુભાઈ બેલીમ દ્વારા કરાઇ હતી.

કાર્યક્રમ માં આસિફભાઈ પઠાણ અને ફિરોજભાઇ મલેક દ્વારા ફોટોગ્રાફી ની સેવા આપવામાં આવી હતી.

કાર્યક્રમ નું સંચાલન પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા કરાયું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહિપતસિંહ જાડેજા, નીરજભાઈ ડાભી, મોસીનભાઈ સુમરા અને ફેજાનભાઈ બાવાણી દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.

પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ
સમીર સલીમભાઈ બાવાણી.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!