ભરૂચ, સુરત, અમદાવાદ, નવસારી સહિત 6 રાજ્યોમાં 13 સ્થળે NIA, ATS અને IB નું મળસ્કેથી સર્ચ

ભરૂચ, સુરત, અમદાવાદ, નવસારી સહિત 6 રાજ્યોમાં 13 સ્થળે NIA, ATS અને IB નું મળસ્કેથી સર્ચ
હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હિટ મળતા રવિવારે મળસ્કેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA, એન્ટી ટેરિરિસ્ટ સ્કવોર્ડ ATS, IB દેશના ગુજરાત સહિત 6 રાજ્યોમાં 13 સ્થળોએ તપાસમાં જોતરાઈ છે.
મળતી માહિતી મુજબ, NIA એ ISIS મોડ્યુલ કેસની પ્રવૃતિઓમાં 6 રાજ્યોમાં વિવિધ સ્થાનો ઉપર સર્ચ હાથ ધર્યું છે. જેમાં એટીએસ અને આઈ.બી. પણ જોડાઈ છે.
સુરક્ષા એજન્સીઓએ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારમાં 13 સ્થળો એ તપાસ રવિવારે મળસ્કેથી ધમધમાવી છે.
જેમાં ગુજરાતમાં ભરૂચના આમોદ, કંથારિયા, સુરત, નવસારી, અમદાવાદ, મધ્યપ્રદેશના ભોપાલ અને રાયસેન જિલ્લામાં, બિહારના અરરિયા જિલ્લો, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લો, કર્ણાટકમાં ભટકલ અને તુમકુર સિટી, UP માં દેવબંદ માં તપાસ ચાલી રહી છે હોવાની વિગતો સપાટી ઉપર આવી રહી છે.
ગત 25 જુનના રોજ NIA દ્વારા IPC કલમ 153 એ અને બી , UP (P) એકટની કલમ 18, 18B, 38, 39 તેમજ 40 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આજે હાથ ધરવામાં આવેલા સર્ચમાં દસ્તાવેજો, સામગ્રી પણ જપ્ત કરાઈ હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે.
ભરૂચમાં સવારે 4 કલાકે એજન્સીઓએ આમોદ અને આછોદ રોડ ઉપર આવેલી દારૂલ ઉલમમાં ધામાં નાખ્યા હતા. આમોદ કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ કરી હતી. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ થઈ રહી હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે.
ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓએ ભરૂચને ધમરોળ્યું હતું. અને એ માટે બે વ્યક્તિને પૂછતાછ માટે સાથે લઈ ગઈ હતી. સાથે જ કેટલાક ઉર્દુ સાહિત્યોની પણ તપાસ થઈ રહી હોવાના અહેવાલો બિનસત્તાવાર બહાર આવી રહ્યાં છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756