સિંહ સહિતના જંગલી પ્રાણીઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હોય તેવો રિપોર્ટ નોંધાયો નથી’’

સિંહ સહિતના જંગલી પ્રાણીઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હોય તેવો રિપોર્ટ નોંધાયો નથી’’
ભારત સરકારના સેન્ટર પર એનિમલ ડીસીસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસીસના જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર કે.પી. સિંહે આપી જાણકારી
લમ્પી વાયરસને અટકાવવામાં વેક્સિન ખૂબ પ્રભાવક
જૂનાગઢ : તાજેતરમાં સિંહ સહિતના જંગલી પ્રાણીઓમાં લમ્પી વાયરસ ફેલાવાની શક્યતા હોવાની વિગતો સામે આવી હતી. આ સંદર્ભે ભારત સરકારના સેન્ટર પર એનિમલ ડીસીસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસીસના જોઈન્ટ ડાયરેક્ટર ડો. કે.પી. સિંહ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે, ગાય ભેંસ સિવાયના અન્ય કોઈ વર્ગના પ્રાણીઓમાં લંપી વાયરસ જોવા મળ્યો હોય તેવું સાયન્ટિફિકલી નોંધાયું નથી. એટલે આજની તારીખ સુધીમાં ગાય – ભેંસ સિવાય અન્ય કોઈ પશુઓમાં આ લંપી વાયરસ જોવા મળ્યો હોય તેવું નોંધાયું નથી. આ પોકસ ફેમિલીનો વાયરસ છે. તેનો ડિટરજન્ટ, સાબુ, સેનેટાઈઝર વગેરેથી નાશ થઈ શકે છે. ખાસ કરીને પશુપાલકોએ પોતાના પશુઓને પાસે માખી – મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની કાળજી લેવી જોઈએ. ઉપરાંત બિમાર પશુને ત્વરિત તંદુરસ્ત પશુથી અલગ કરવું જોઈએ.
આ સાથે તેમણે જણાવ્યું કે, લમ્પી વાયરસને અટકાવવા વેક્સિન ખૂબ પ્રભાવક છે. એટલે તંદુરસ્ત પશુઓને આ રસી આપવી જોઈએ તેમ અંતમાં ડો. કે.પી. સિંહે જણાવ્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756