પશુ ઘાસચારા માટે બુલેટ ગ્રાસ(ઘાસ)નો સફળ પ્રયોગ કરતા ૨૫૬૫ ખેડૂતો

પશુ ઘાસચારા માટે બુલેટ ગ્રાસ(ઘાસ)નો સફળ પ્રયોગ કરતા ૨૫૬૫ ખેડૂતો
જૂનાગઢ જિલ્લામાં ૧૪૧૦ ખેડૂતોને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર માટે રૂા.૪૭.૯૩ લાખની સહાય ચૂકવાઇ
બુલેટ ગ્રાસ(ઘાસ) ખાવાથી પશુઓના દુધ ઉત્પાદનના વધારા થાય – વધુ ફેટ વધુ આવતા હોવાથી પશુપાલકોની આવકમાં થાય છે વધારો
પ્રભાતપુરના જયસુખભાઇએ ૪ ગાયો માટે ૧ વિઘામાં બુલેટ ગ્રાસનું વાવતેર કરી દૂધ ઉત્પાદન વધાર્યું- ખેડૂતને પોણા વિઘાના વાવેતરમાં ૩ વર્ષ માટે રૂા.૫૯ હજારની સહાય ચૂકવાઇ છે
વાવેતરના ૨ મહિના બાદ ઘાસને કાપી લીધા બાદ પણ વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે
જૂનાગઢ : પશુઓ માટે લીલો ઘાસચારો મળી રહે તે માટે બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કરવામાં આવે છે. આ ગુણવતાયુકત ઘાસથી પશુના દુધ ઉત્પાદનમાં વધારો થાય છે અને ફેટ પણ સારા એવા આવે છે. આ ઘાસના વાવેતર માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. જેમાં મનરેગા યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ૧૪૧૦ ખેડૂતોને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર માટેની સહાય મંજુર કરી રૂા.૪૭.૯૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેનાર જૂનાગઢ તાલુકાના પ્રભાતપુરના ખેડૂત જયસુખભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, મારે ૪ ગાયો છે. પણ તેના લીલી ઘાસચારા માટે જમીન ઓછી થતી હતી. આથી અમારા ગામના સરપંચશ્રીને સરકાર દ્વારા બુલેટ ગ્રાસમાં સહાય આપવામાં આવે છે તેની માહિતી હતી. આથી તેમણે મને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર કરવાની સલાહ આપી હોવાથી મે એક વિઘામાં બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કર્યું છે. છેલ્લા ૩ વર્ષથી હું આ ઘાસનું વાવેતર કરૂ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘાસ સામાન્ય રીતે ઝડપથી ઉગે છે તથા તેને કાપીને ઉપયોગમાં લીધા બાદ તે જગ્યાએથી ફરી વાર ઉગે છે. વાવેતરના ૨ મહિના બાદ તેને ઉપયોગમાં લઇ શકાય છે. તેમજ તે અંદાજે ૧૦ થી ૨૦ ફુટ જેટલું ઉંચુ થાય છે. આ ઉપરાંત પશુઓને આ ઘાસ અનુકુળ આવે છે અને ખાસ કરીને દુધાળા પશુઓ વધુ દુધ આપે છે અને આ ઘાસ થકી ફેટ પણ સારા આવે છે.
સરકારની આ બુલેટ ગ્રાસ(ઘાસ)યોજના હેઠળ એક ખેડૂતને પોણા વિઘામાં ૩ વર્ષ માટે રૂા.૫૯ હજારની રકમ ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૨૫૬૫ કામોની મંજુરી આપવામાં આવી છે. તે પૈકી ૧૪૧૦ કામો હાલમાં પૂર્ણ થઇ ગયા છે તેમજ અન્ય કામો હાલ પ્રગતિમાં છે. ૧૪૧૦ ખેડૂતોને પોતાના જ ખેતરમાં રોજગારી આપવા માટે બુલેટ ગ્રાસ(ઘાસ) સહાય હેઠળ રૂા.૪૭.૯૩ લાખની રકમ ચૂકવવામાં આવી છે.
પશુઓને લીલો ઘાસચારો મળી રહે તે માટે આ ચારો બીજેથી ખરીદીને લાવતા હતા. તે હવે ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડવાથી તે ખર્ચની બચત થાય છે અને સરકારની સહાય પણ મળી રહે છે. જેના લીધે ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાર્થક થાય છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756