જૂનાગઢમાં તા. ૪ ના રાજયકક્ષાના ‘નારી વંદન ઉત્સવ’માં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે એક જ સ્થળે ૧૬ કેમ્પો યોજાશે

જૂનાગઢમાં તા. ૪ ના રાજયકક્ષાના ‘નારી વંદન ઉત્સવ’માં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે એક જ સ્થળે ૧૬ કેમ્પો યોજાશે
Spread the love

જૂનાગઢમાં તા. ૪ ના રાજયકક્ષાના નારી વંદન ઉત્સવમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે એક જ સ્થળે ૧૬ કેમ્પો યોજાશે

આલેખન- પારૂલ આડેસરા

જૂનાગઢ – રાજ્યમાં નારીવંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત  જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૭ ઓગસ્ટ સુધી મહિલા સન્માન તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મહિલા લાભાર્થીઓને આપવાના  કાર્યક્રમો યોજાઇ રહયા છે. જેમાં તા.૪ ઓગસ્ટના રોજ યોજાનાર રાજય કક્ષાના કાર્યક્રમ મહિલા નેતૃ્ત્વ દિવસની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી મનીષાબેન વકીલ, પશુપાલન  મંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે.

         આ કાર્યક્રમના સ્થળે જ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો મળી રહે તેવા ૧૬ કેમ્પોની વ્યવસ્થા ઉભી કરાશે. જેવા કે હેલ્થ ચેકઅપ, નિરામય કેમ્પ, એનએસએપી/પિંક કાર્ડ કેમ્પ, લીગલ કેમ્પ, બેંકીગ જાગૃતતા કેમ્પ, પેપ સ્મીયર ટેસ્ટ કેમ્પ, શૈક્ષણિક કેમ્પ, ચૂંટણી કેમ્પ, પોલીસ કેમ્પ, સ્પોર્ટસ કેમ્પ, ખેતીવાડી કેમ્પ, પશુપાલન કેમ્પ,  મહિલા રોજગાર કેમ્પ, ઇ-શ્રમ કાર્ડ અને ઇ નિર્માણ કેમ્પ, ડીઆરડીએ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન તથા અન્ય કોઇ સહાય બાબતનો કેમ્પ યોજાશે. જેથી લાભાલર્થીઓને એક જ સ્થળેથી વિવિધ યોજનાઓના લાભ મળશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!