સાબરકાંઠા જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝને લઇને પ્રતિબંધિત હુકમ

સાબરકાંઠા જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝને લઇને પ્રતિબંધિત હુકમ
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળેલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પણ લમ્પી સ્કીન ડીસીઝ નામના રોગના હાલની સ્થિતિએ ૧૫ જેટલા કેસો નોંધાયા છે. લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ વાયરસ થકી એક પશુથી બીજા પશુઓમાં ઝડપથી ફેલાઈ છે.આ રોગનો ચેપ પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ફેલાઈ શકે છે. લમ્પી સ્કીન ડીસીઝના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારશ્રીના કૃષિ,ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા વાયરસના સંક્રમણને પશુઓમાં ફેલાતો અટકાવવા માટે કેટલાક નિયંત્રણો જાહેર કર્યા છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર હિતેષ કોયા દ્વારા જાહેરનામુ બહાર પાડેલ છે. જેમાં જિલ્લામાં અન્ય રાજ્યો કે અન્ય જિલ્લાઓમાં કે અત્રેના જિલ્લાના એક તાલુકામાંથી બીજા તાલુકામાં કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા ઉપર પ્રતિબંધ. પશુઓના વેપાર,પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એક કરવાના થતા હોય તેવા તમામ આયોજનો ઉપર પ્રતિબંધ. કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગ તથા કોઇપણ રોગથી મરેલા જાનવરોના મડદાને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઇ જવા પર પ્રતિબંધ.આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યાને સ્વચ્છ રાખવી તથા તે જગ્યા ઉપરથી રોગબીજનો નાશ કરવા અને જે પશુને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટ્ટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવી. આ પ્રતિબંધ સમગ્ર સાબરકાંઠા જિલ્લાના વિસ્તારમાં લાગુ કરવાનો રહેશે.આ હુકમ તારીખ ૧૭ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતા -૧૮૬૦ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ સજા/દંડને પાત્ર થશે.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756