અંકલેશ્વરની યુનિયન બેંકના લૂંટારુને પડકારનાર પોલીસ જવાનનું સન્માન કરાયું

અંકલેશ્વરની યુનિયન બેંકના લૂંટારુને પડકારનાર પોલીસ જવાનનું સન્માન કરાયું
અંકલેશ્વરમાં યુનિયન બેંક લૂંટમાં લૂંટારુઓને માત્ર લાકડીથી પડકારનાર શહેર પોલીસ મથકના પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ ઝાલાનું ગુજરાત રાજ્ય કમર્ચારી મહામંડળ ભરૂચ દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરાયું હતું.
અંકલેશ્વર શહેરમાં બે દિવસ પૂર્વે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં હથિયારો સાથે ત્રાટકેલા લૂંટારુઓને નીડરતા પૂર્વક માત્ર લાકડીના સહારે સામનો કરી લૂંટના રોકડા રૂપિયા 24 લાખ પરત મેળવ્યા હતા. શહેર પોલીસ મથકના પોલીસ જવાન કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું શહેર પોલીસ મથક ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ, શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ વાળાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય કમર્ચારી મહામંડળ ભરૂચ ઘટક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના જીવની પરવા કર્યા વિના હિંમતભેર લૂંટારુનો સામનો કરી કાર્યશીલતા, કાર્ય નિષ્ઠા તેમજ ગુણવત્તા મુજબ હિંમતભેર કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દવેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી પ્રવિણસિંહ રાવ, બેચર રાઠોડ સહીત સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756