પર્યાવરણનું જતન નો વિચાર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત ન રહેવું જોઈએ

પર્યાવરણનું જતન નો વિચાર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત ન રહેવું જોઈએ
માનવતા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનિઓનાં હસ્તે વૃક્ષારોપણ કરાયું.
ગાંધીધામ : વિશ્વમા દિવસો દિવસ વધી રહેલા ઉદ્યોગીકરણના કારણે વૃક્ષોના નિકંદન થી પર્યાવરણ પર અવડી અસર પડી રહી છે અને ધીમે ધીમે વાતાવરણ મા પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું ખૂબ જ અગત્યનું થઈ ગયુ છે. લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે માનવતા ગ્રુપ દ્વારા ગાંધીધામ સંકુલના વિવિધ વિસ્તારોમાં લોકોને વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે .
ગાંધીધામના સેક્ટર પાંચમાં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી વિદ્યાર્થીની હોસ્ટેલમાં શિક્ષણવિદો અને વિદ્યાર્થીનીઓના હસ્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૫ જેટલા વૃક્ષો વન વિભાગના સહકારથી માનવતા ગ્રુપ દ્વારા વાવવામાં આવ્યા હતા.
ઉપસ્થિત અગ્રણીઓ સર્વશ્રી ટી. પી. ઇ. ઓ. હિમાંશુ સીજુ, બી. આર. સી. લાલજી ભાઈ ઠકકર, સી. આર. સી. પ્રવિણ ગઢવી, આચાર્ય મંજુલાબહેન મહેશ્વરી, તેમજ નૂતન બેન પરમારે માનવતા ગ્રુપની આ વૃક્ષારોપણ ની પહેલ ને બિરદાવી હજુ પણ જુદી જુદી શાળાઓમાં અને સાર્વજનિક જગ્યાઓ પર વૃક્ષારોપણ ની પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ વૃક્ષારોપણ ના વિચારને પાઠ્યપુસ્તકોની અંદર સિમિત ન રાખતા આ પ્રવૃત્તિને દરેક વિદ્યાર્થીનીઓ ગંભીર ઘણી વૃક્ષો વાવે અને તેનું જતન કરે તેમ જણાવ્યું હતું. આ કાર્યમાં કિશન સીજુએ સહયોગ આપ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756