જેસીઆઈ અંકલેશ્વર દ્વારા વ્યક્તિત્વ વિકાસની ટ્રેનીંગનું આયોજન

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા વ્યક્તિત્વ વિકાસની ટ્રેનીંગનું આયોજન નવા દીવા માધ્યમિક શાળામાં કરવામાં આવ્યું
યુવાનો દેશનું ભવિષ્ય છે..
ભણતર એ સફળતાની ચાવી છે
જીવન જીવવામાં ભણતર જેટલું મહત્વનું અંગ છે એની સાથે સાથે વ્યક્તિત્વ વિકાસ પણ જરૂરી છે જેસીઆઈ અંકલેશ્વર એ વ્યક્તિત્વ વિકાસની ટ્રેનિંગ નું આયોજન કર્યું જેમાં સોફ્ટિ સ્કિલ ના વિષય ઉપર જ્ઞાન આપ્યું..
જેમાં લીડરશીપ, ગોલ સેટિંગ્સ, ઈમોશન્સ મેનેજમેન્ટ, ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન, યુનિવર્સલ વેલ્યુસ એવા વિષયો પર ગવર્મેન્ટ સ્કૂલના બાળકોનું માર્ગદર્શન કર્યું માધ્યમિક શાળા નવા દીવાના બાળકોના ઉજવળ ભવિષ્ય માટે અંકલેશ્વર આવા વિષયો પર ટ્રેનિંગનો આયોજન કર્યું જેમાં બાળકોએ ઘણું બધું શીખ્યા અને પોતાના જીવનને કેવી રીતે આગળ બહેતર કરવું એના પર વાત કરી..
આ કાર્યક્રમમાં ટ્રેનર તરીકે માર્ગદર્શન આપ્યું એવા જેસી અનુરાગ ત્રિપાઠી, જેસી અનુજા શાહ, જેસી પુષ્કર જોષી, જેસી કૃતિબેન મહેતા, જેસી દિપલ પટેલ, જેસી ક્રિષ્ના દેસાઈ, જેસી દીપ્તિ પટેલ, જેસી પ્રણવ બ્રહ્મભટ્ટ..
આ કાર્યક્રમને સફળ કરવામાં પ્રેસિડન્ટ ઓફ જેસીઆઇ અંકલેશ્વર જેસી કિંજલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી શીતલ જાની, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી શ્યામા શાહ એ ખૂબ મહેનત કરી પ્રોગ્રામને સફળતા તરફ લઈ ગયા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756