માંગરોલ ના પૌરાણિક રણછોડરાય મંદિર ખાતે સુકામેવા ના હિંડોળા ના દશઁન સાથે નંદ મહોત્સવ ની ઉજવણી કરાઈ

માંગરોલ ના પૌરાણિક રણછોડરાય મંદિર ખાતે સુકામેવા ના હિંડોળા ના દશઁન સાથે નંદ મહોત્સવ ની ઉજવણી કરાઈ
રણછોડરાય મંદિરમાં હિંડોળાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા
ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપને ઝૂલાવવામાં આવે છે, વિવિધ શણગારના હિંડોળા બનાવાય છેે
ભગવાનનને હિંડોળામાં વિવિધ શણગાર સાથે ઝુલાવવામાં આવતા હોય છે . જેમાં શાકભાજીના હિંડોળા, ફુલોના હિંડોળા. સુકામેવાના હિંડોળા, , ડ્રાયફુડ, લીલા ફળોના આવા અસંખ્ય શણગાર હિંડોળામાં કરવામાં આવે છે
હિંડોળા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભુમી વ્રજ-મથુરાથી ચાલુ થયા હતા. ભગવાન ૧૧ વર્ષની વયે મથુરા છોડી દ્વારકા આવ્યા ત્યારથી ભગવાનના બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે.
માંગરોળમાં પવિત્ર શ્રાવણ માસમાં હિંડોળા દર્શન રણછોડરાયજી મંદીર ખાતે દર વર્ષે ઉત્સવ ઉવવામાં આવે છે. કલાત્મક હિંડોળા દર્શનમાં ખુદ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ વન વિચરણ ભકતો સાથે વાર્તાલાભ, રાસ સંતો ભકતોને ઉપદેશ સહિતના દ્રશ્યો મુકવામાં આવ્યા છે.
શબરી બાઇની ઝુંપડીને ભગવાન શ્રી રામ લક્ષ્મણ મા સીતાજી પધારીને શબરી બાઇના હેઠા બોર ખાતાની કૃતીઓ મુકવામાં આવી છે. કલાત્મક હીંડોળાને મંદીરના ખ્યાતિબહેન ના હસ્તે હીંડોળા દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ હીંડોળાને બનાવવા માટે ખ્યાતિબહેન સહિત રણછોડ મંડળની બહેનોના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. હીંડોળા દર્શનને ખુલ્લા મુકતા સમયે નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા
હિંડોળાના દર્શન કરવાથી તેમજ ભગવાન ને હિંડોળે ઝુલાવવા થી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે હિંડોળા દર્શન માટે ગામમાંથી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાવિક ભક્તો ઉમટી પડ્યા પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જૂનાગઢ જિલ્લાના માંગરોલ ખાતે 577 વર્ષ પહેલા સંત શ્રી નરસીમહેતા ના કાકા પરબતમહેતા દ્વારા સ્થાપીત અઠાંગણ સ્વરૂપ ના ભગવાન કે જેમ નુ સ્વયંભુ પ્રાગટ્ય માંડવી ગેઇટ પાસે આવેલ ગોમતીવાવ મા થયેલ તેવા રણછોડરાયજી મહારાજ નુ પુરાતન મંદિર ગાય ચોગાન ખાતે આવેલુ છે જેમા દસાવતાર સિંહાસન કે જે એક જ પત્થર મા થી વાસુદેવ નામ ના કડીયા બનાવેલ જે માન્યતા મુજબ દ્વારકા થી હવા ના જોકા દ્વારા ઉડી ને માંગરોલ આવેલ તેમા શ્રાવણ સુદ દસમ ના સુકામેવા ના હિંડોળા ના દર્શન સાથે નંદ મહોત્સવ નુ આયોજન કરેલ જેમા રણછોડ મંડળ ની મહિલાઓ એ ખાસ જહેમત ઉઠાવેલ આ મંદિર મા મુખ્યાજી નલિનભાઇ મહેતા બાદ તેમના સુપુત્રી ખ્યાતિબેન મહેતા સંભાળે છે જે તેમની 18 પેઢી થી આ મંદિર નુ સંચાલન કરે છે
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756