નાની નરોલી ગામે કલેકટરના હુકમ થી લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ઝુબેર આદમ પટેલ વિરુદ્ધ કલેકટરના હુકમ થી લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
નાની નરોલી ગામે ખેતીની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર ઝુબેર આદમ પટેલ વિરુદ્ધ કલેકટરના હુકમ થી લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
કોરોના કાળ માં સુરત નો ખેડૂત ખેતરે આવી નહીં શકતા જમીન પર કબજો કરી રહેણાંક ઘર બનાવી દીધું હતું
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂતની જમીન ઉપર બિનઅધિકૃત રીતે કબજો કરી નાની નરોલી ગામના ઝુબેર આદમ પટેલે રહેણાંક ઘર બનાવી દેતા કલેકટરના હુકમથી માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
નાની નરોલી ગામની સીમમાં આવેલ સર્વે નંબર 588/ 589 /590/1 અને બ્લોક નંબર 887/બ વાળી જૂની શરતની જમીન ફરિયાદી કુમારેશભાઈ કિશોરચંદ્ર અગરબત્તી વાળા રહે દેવ પ્રકાશ કુંજ આંચલ પ્લોટ્સ સીટી લાઈટ રોડ સુરત ના પિતા દ્વારા વર્ષ 2014માં તળસીભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ રહે ધંધુકા અમદાવાદ પાસેથી આ જમીન તેમણે ખરીદી હતી અને માંગરોળ સબ રજીસ્ટર કચેરી ખાતે દસ્તાવેજની નોંધણી કરાઈ હતી જેથી કબજા ભોગવતો તેમની પાસે હતો પરંતુ વર્ષ 2020 માં કોરોના કાળ ના કારણે જમીન માલિક કુમારેશભાઈ કિશોરચંદ્ર અગરબત્તી વાલા પોતાના ખેતરે આવી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન નાની નરોલી ગામના જુબેર આદમ પટેલે બિન અધિકૃત રીતે જમીન નો કબજો કરી એક રહેણાંક ઘર બનાવી દીધું હતું જેમાં એક પરિવાર પણ રહેવા લાગ્યું હતું ઘર ની પાછળ દિવાલ પણ બનાવી દીધી હતી હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત કાયદો બનાવવામાં આવ્યો હોવાથી કુમારેશ કિશોરચંદ્ર અગરબત્તી વાલા એ માલિકીની જમીન પર કોઈપણ જાતના માલિકીના પુરાવા વિના કબજો કરનાર જુબેર આદમ પટેલ વિરુદ્ધ જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી જુબેર આદમ પટેલ નુ આ જમીન ની ૭/૧૨ નકલ માં નામ નથી કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી લીધી નથી વેચાણ દસ્તાવેજ બનાવેલ નથી તેઓ બહાર આવતા જિલ્લા કલેકટરે જુબેર પટેલ વિરુદ્ધ ગુનો નોંધવા હુકમ કરતા જમીન માલિક કુમારેશ કિશોર અગરબત્તી વાલા એ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ જુબેર આદમ પટેલ રહે નાની નરોલી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756