ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ કર્મચારી ના વિવિધ પડતર પ્રશ્ન બાબતે આંદોલન ના માર્ગે

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ કર્મચારી ના વિવિધ પડતર પ્રશ્ન બાબતે આંદોલન ના માર્ગે
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા રાજ્ય કર્મચારી મહામંડળ ના પ્રમુખશ્રી ગીતાબા ચૌહાણના નેજા હેઠળ કાર્યક્રમ નક્કી કરાયો
3-9-22 જીલ્લા કક્ષાએ રેલી /આવેદનપત્ર,11-9-22 ઝોન કક્ષાએ રેલી / આવેદનપત્ર, 17-9-22 માસ સી. એલ.,22-9-22 પેન ડાઉન અને 30-9-22 થી અચોક્કસ મુદ્દતની હડતાળ
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરીએ કાર્યક્રમ ને આવકાર્યો
મોટામિયા માંગરોલ : આજરોજ ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહા મંડળ ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં એકી સાથે તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા રાજ્ય કર્મચારી મહામંડળ ના પ્રમુખશ્રી ગીતાબા ચૌહાણના નેજા હેઠળ તમામ માન્ય મંડળોના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ ની સાથે ચર્ચા કરી સમગ્ર રાજ્યમાં નીચે મુજબના કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવેલ છે.જેમાં અગામી તા -3-9-22 જીલ્લા કક્ષાએ રેલી /આવેદનપત્ર 11-9-22 ઝોન કક્ષાએ રેલી / આવેદનપત્ર 17-9-22 માસ સી. એલ.22-9-22 પેન ડાઉન અને,30-9-22 થી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપરોક્ત કાર્યક્રમ ને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સમગ્ર જિલ્લા સંઘ તાલુકા સંઘે આવકારેલ છે
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756