વાંકલ ગામે પૂર્વ મંત્રીશ્રી ના હસ્તે 427 ખેડૂતોને કૃષિ વિષયક સાધન સહાય અર્પણ કરાય

વાંકલ ગામે પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 427 ખેડૂતોને કૃષિ વિષયક સાધન સહાય અર્પણ કરાય
તાડપત્રી પશુ આહાર ખેત ઓજારો સહિત કૃષિ લક્ષી વસ્તુઓ ખેડૂતોને અપાય
માંગરોળ તાલુકાના વાંકલ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે સરકારના આદિજાતિ વિભાગ પ્રેરિત ટી એસ પી દ્વારા રૂપિયા 33,61000 ની કૃષિ વિષયક સાધન સહાય અર્પણ કરાઈ હતી
રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ ટ્રાઇબલ માંડવી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ વિષયક સાધનો તાડપત્રી દવા છાંટવાના પંપ ખેત ઓજારો ચાપ કટર પશુ આહાર સહિત અનેક પ્રકારના ખેતી વિશે એક સાધનો નુ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે માંગરોળ ખેતીવાડી વિભાગ દ્વારા સરકારની કૃષિ વિષયક કિસાન પરિવાર યોજના હેઠળ ₹1,73,000 ની સાધન સહાય આપવામાં આવી છે ઘોડબર ગામના ખેડૂત રમેશભાઈ ચૌધરીને ટાટા ટેમ્પો ખરીદવા માટે રૂપિયા 75 હજારની સહાય આપવામાં આવી હતી કંટવાવ ગામના ખેડૂત વેચાણભાઈ ચૌધરીને પાવર ટીલર ખરીદવા માટે 85 હજારની સહાય આપવામાં આવી હતી તેમજ સ્માર્ટ ફોન ખેડૂતોને આપવામાં આવ્યા હતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ સરકારની કૃષિ લક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને વાકેફ કર્યા હતા અને વધુમાં વધુ સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અફઝલ ખાન પઠાણ . સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી. સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપક વસાવા .તાલુકા પંચાયત સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા સહિત અનેક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો તેમજ ટી એસ પી ના અધિકારીઓ અને લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756