રાજકોટ માં વિદેશી સીગારેટના જથ્થા સાથે ૨ શખ્સ ઝડપાયા.

રાજકોટ માં વિદેશી સીગારેટના જથ્થા સાથે ૨ શખ્સ ઝડપાયા.
રાજકોટ માં જુદી-જુદી પાનની દુકાનો અને પાન-બીડીની એજન્સીમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં તમાકુ ઉત્પાદનની ચીજ-વસ્તુ ઉપર ચેતવણી ન હોય તો વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલી. આ દરમિયાન ૩ દુકાનોમાંથી ચેતવણી વગરની વિદેશી સીગારેટોના પેકેટો મળી આવ્યા હતા જેમાં કાલાવડ પર શાંતિનિકેતન સોસાયટી રોડ પર આવેલ રવિ સાગર પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાંથી સીગારેટોના રૂ.૨૪૨૪૦ ની કિંમતનાં ૧૩૩ પેકેટ મળી આવતા દુકાન સંચાલક ભરત ધરમદાસ ગીગલાણી ઉ.૨૯ રહે.રેલનગર શિવદ્રષ્ટિ પાર્ક-૨ સામે કાર્યવાહી કરાઈ હતી. કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલી વિશાલ સેલ્સ એજન્સીમાંથી રૂ.૬૦૪૦ની કિંમતના વિદેશી સીગારેટનાં ૮૨ પેકેટ મળી આવેલા જેથી એજન્સી સંચાલક અનિલ મોહન પાનસુરીયા ઉ.૩૯ રહે.તિરુપતિપાર્ક સામે ગુનો દાખલ કરાયો હતો. જ્યારે એસ્ટ્રોન ચોકમાં આવેલ પ્યાસ પાનમાંથી રૂ.૧૦૮૦ની કિંંમતના સીગારેટના ૧૨ પેકેટ મળ્યા હતા જેમાં દુકાન સંચાલક કનૈયાલાલ જમનદાસ કેસરીયા ઉ.૬૧ રહે.પરસાણાનગર-૭ સામે કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી SOG અને એ.ડીવીઝન પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756