યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટયો

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટયો
Spread the love

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટયો

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો..

મધરાત્રીથી જ પિતૃનો થયો પ્રારંભ…

મોક્ષ પીપળે પાણી રેડવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવા ભારે ઘસારો…

પ્રાંચી તીર્થ… સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે ભાદરવી અમાસ દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પૂજા અર્ચના, સરસ્વતી નદીમાં સ્નાન કરવા મધરાત્રીથી જ પ્રારંભ થયો હતો. આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસના દિવસે શનિવાર અને શિવયોગ છે આથી શ્રાવણ મહિનાનો અમાસ અને શિવયોગનો ત્રિવેણી સંગમ રચાય શે. આ દિવસે શિવ પૂજા અને શનિદેવની પૂજા ઉપાસના માટે ઉત્તમ દિવસ ગણાય છે સાથે સાથે પિતૃઓને પીપળે પાણી રેડવાનું અનેરૂ મહત્વ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો અને મધરાત્રિથી જ પિતૃ નો પ્રારંભ થયો હતો જેમ જેમ રાત વીતતા જ તેમ તેમ શ્રદ્ધાળુ આવા માડ્યા હતા સૌપ્રથમ પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે ઓમ સર્વે પિતૃભયોનમઃ બોલી પિતૃઓના આત્માને શાંતિ માટે પોત પોતાના પિતૃઓનું નામ લઈને મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓને આત્માને શાંતિ માટે 108 પ્રદિક્ષણા ફરીને પુણ્યનું ભાથું બાંધે છે શની અમાસ હોવાથી તીર્થ સ્થાનનું પણ અનેરૂ મહત્વ હોય છે આથી આ દિવસે તથા પૂનમનું શ્રાધ પણ કરાય છે આ દિવસે દાન નુ પણ અનેરૃ મહત્વ રહ્યું છે જેનુ અનેક ઘણું ફળ મળે છે. આ દિવસે મહાદેવને દૂધ કાળા તલ અને સાકર મિકસ કરીને ચડાવવા થી ગ્રહ પીડા દૂર થાય છે. પિતૃદોષ નિવારણ માટે ઉત્તમ દિવસ ગણાય છે. અમાસ ના પાવન દિવસે અહીં સરસ્વતી ઘાટ ઉપર માનવ કીડીયાળુ ઉમટી પડે છે. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી અમાસના દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણોના આપી સરસ્વતી નદીમાં બિરાજતા શ્રી માધવરાયજી પ્રભુ ના દર્શન કરી સરસ્વતી નદીના તટ પર બિરાજતા છ શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી પુણ્યનું ભાથું બાંધે છે. લોકમેળામાં ભારે માત્રામાં સ્વયંભૂ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાવ ભક્તિ કરતા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી પોતાની ધન્યતા અનુભવે છે. ભારત ભરમાંથી આ લોકમેળામાં અમાસના દિવસે સો વાર કાશી એક વાર પ્રાચી હજારો યાત્રાળુઓ આવતા હોય છે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને રોડ પર ટ્રાફિક જામ જોવા મળે છે જેમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગળચર સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષાને લઇને સુંદર વ્યવસ્થા ગોઠવી સુંદર કામગીરી કરવામાં આવી હતી આજે અહીં આશરે એક લાખથી વધુ ભાવિકોએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડી પુણ્યનું ભાથું બાંધ્યું હતું..

રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ ગીર સોમનાથ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!