માલપુર પાસે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યા, છ લોકોનાં મોત

લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આ અકસ્માત ના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતનો બનાવ અરવલ્લીથી સામે આવ્યો છે.
ગુજરાતીઓ ભાદરવી પૂનમમાં પાવન પર્વ પર મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે.
તેનું મહત્વ પણ ખૂબ રહેલું છે. એવામાં અંબાજી પગપાળા જઇ રહેલા પદયાત્રીઓનો અકસ્માત સર્જાયો છે. તેમાં છ લોકોના મોત અને છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
તેમાં જાણકારી સામે આવી છે કે, મહારાષ્ટ્ર પાસિંગની કાર દ્વારા વહેલી સવારના માલપુરના કુષ્ણાપુર પાસે રસ્તા પર ચાલી રહેલા પદયાત્રીઓને કચડી નાખવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં પાંચ પદયાત્રી અને એક સ્થાનિક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને માલપુર સીએસસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના હોવાનું સાઈ આવ્યું છે.
સ્થાનિક પોલીસ દ્વારા આ મામલામાં ગુનો નોંધીને ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ આ મામલામાં દુખ વ્યક્ત કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને માટે જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદદાયક છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવું છું. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. પચાસ હજારની સહાય આપવામાં આવશે. સ્થાનિક પોલીસ કારની નંબર પ્લેટ પર લખેલા નંબર એમએચ 03 સીકે 0178 પરથી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756