અંબાજી મેળો શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગ્રામજનો અને પત્રકારો માટે પાસની મુશ્કેલીઓ?

અંબાજી મેળો શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગ્રામજનો અને પત્રકારો માટે પાસની મુશ્કેલીઓ?
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે આવનારા સમયમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અંબાજી ખાતે હજુ સુધી સ્થાનીક લોકોને પાસ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈજ પ્રકારની માહીતી આપવામાં આવી નથી. ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. કોઇ કહે છે સર્કલ ઓફિસર પાસે પાસ મળશે કોઇ કહે છે દાંતા પ્રાંત કચેરી થી પાસ મળશે તો કોઇ કહે છે કે સ્થાનીક લોકોને પાસ આપવામાં આવશે નહીં, માત્ર બહાર ગામ જતાં લોકોનેજ પાસ આપવામાં આવશે. હાલમાં બે દિવસ થી સર્કલ ઓફિસ થી પાસ આપવામાં આવતાં નથી તો ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે.
અંબાજી દાંતા વિસ્તારના પત્રકારોને પણ હજુ સુધી કોઈજ પાસ મળેલ નથીઅને તંત્ર દ્વારા પત્રકારોને પણ ચોક્કસ જવાબ આપવામાં આવતો નથી ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી માંગ પત્રકારો કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે અંબાજી ખાતે સ્થાનીક લોકોને પાસ આપવામાં આવશે નહીં અને તેઓ પોતાનાં વાહનો પણ અંબાજી ટાઉન વિસ્તારમા લઇને નિકળી શકશે નહીં મેળા દરમિયાન.
@@ વહીવટી તંત્ર કેમ પત્રકારોને માહીતી આપતુ નથી @@
5 થી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી મેળો યોજાશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈજ પ્રકારની માહીતી મીડિયાને આપવામાં આવી નથી તો તાત્કાલિક માહીતી તંત્ર દ્વારા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756