ગાંધીધામ : વોર્ડ નં. 12 અને 13ના 8મા તબક્કાનો છઠ્ઠો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ : વોર્ડ નં. 12 અને 13ના 8મા તબક્કાનો છઠ્ઠો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સરકારશ્રીની સૂચના મુજબ ગાંધીધામ નગરપાલિકાના વોર્ડ નં. 12 અને 13ના 8મા તબક્કાનો છઠ્ઠો સેવા સેતુ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યો
કાર્યક્રમમાં ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠકકર, ઉપપ્રમુખ, કચ્છ-જીલ્લા ભાજપ મીનાક્ષીબેન ભટ્ટ, કચ્છ-જીલ્લા ભાજપ નિલમબેન લાલવાણી, બળવંતભાઈ ઠકકર, પુનિતભાઈ દુધરેજીયા, મહેન્દ્રભાઈ જુનેજા, વિજયસિંહ જાડેજા, પ્રવિણભાઈ મહેશ્વરી, મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા, આરોગ્ય અધિકારી ડો.દિનેશભાઈ સુતરીયા ઉપરોકત વોર્ડના તમામ સદસ્યઓ તથા અન્ય હોદેદારો, મહાનુભાવોની હાજરીમાં તથા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગોના અધિકારીઓની હાજરીમાં નાગરીકોને ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ 220અરજીઓ મળી હતી. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 220 અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરાયો હતો.
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756