ગણપતિ બાપ્પાના વિસર્જનની પૂર્વ સંધ્યાએ આદિપુરના સાત વાળી વિસ્તારમાં ભક્તોના ઘોડાપૂર ઉમટયા

ગણપતિ બાપ્પાના વિસર્જનની પૂર્વ સંધ્યાએ આદિપુરના સાત વાળી વિસ્તારમાં ભક્તોના ઘોડાપૂર ઉમટયા
આદિપુરના સાતવાડી વિસ્તારમાં ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની પાંચ દિવસ સુધી સાર્વજનિક સ્થાપના કરવામાં આવી,ભાવિકો ગણેશ ભકિતમાં તરબોળ થઈ ગયા
ગણેશ ચતુર્થીના દિવસે વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર મનોજભાઈ મુલચંદાણીના માર્ગદર્શન હેઠળ ડી.જે., ઢોલ-નગારાની રમઝટ, રાસ-ગરબાના તાલ સાથે ભાવિકો દ્વારા વાજતે ગાજતે વિઘ્ન હર્તા દેવની સાતવાળીના પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી. .
બે વર્ષ બાદ સાર્વજનીક ગણેશ મહોત્સવની છુટછાટ આપવામાં આવી હોવાથી ફરી એક વાર ભકિતનો ઉત્સાહ પરત ફર્યો હતો. વિવિધ ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાપ્પાને લાડ લડાવવામાં આવ્યા, જે અંતર્ગત વિસર્જનની પૂર્વ સંઘ્યાએ વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર મનોજભાઈ મુલચંદાણી, અશ્વિની મુલચંદાણી, અભય મુલચંદાણી અને સમસ્ત મુલચંદાણી પરિવાર તથા પપીબેન રાજુભાઈ સોઢી દ્વારા આનંદ ગરબાનું અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, સાતવાળીની જનતાએ બહોળી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો, આરતી બાદ મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાત્રિના સમયે રાસ ગરબાની રમઝટ બોલાઈ હતી, અને નાના બાળકોને ગેમ પણ રમાડવામાં આવી હતી
મનોજભાઈ મુલચંદાણી અશ્વિની મુલચંદાણી અને સમસ્ત મુલચંદાણી પરિવાર દ્વારા મનોજભાઈ મુલચંદાણીના હસ્તે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, સમગ્ર 7 વાળી વિસ્તાર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું,
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756