જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખની દિકરીના જન્મદિવસની સેવાકીય ઉજવણી

જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખ ચિંતનભાઈ પટેલની દિકરીના જન્મદિવસ નિમિત્તે દહેગામ ખાતે આવેલ બહેરા-મુંગા વિદ્યાલયના બાળકોને તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પુરી-શાક જમાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખ ચિંતનભાઈ અને તેમના પરિવાર દ્વારા તેમની દીકરીના જન્મદિવસની સેવાકીય ઉજવણી કરવામાં આવી. જય મોમાઈ સહયોગ મંડળ દ્વારા બહેરા-મુંગા વિદ્યાલયમાં રહેતા બાળકોને તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પુરી-શાક જમાડીને જન્મદિવસની સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખ ચિંતનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના રસીકભાઈ પટેલ, કાદરભાઈ મેમણ, મહંમદસફી મેમણ, અલ્પેશભાઈ પટેલ, હરપાલસિંહ બિહોલા, જીયેન પટેલ, ભવ્ય પટેલ અને હસમુખભાઈ ગોહેલ અને ખાસ ઉપસ્થિત મહેમાનમાં દહેગામ મેમણ જમાતના સેક્રેટરી લિયાકતભાઈ મેમણ અને અમીતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : મહંમદસફી મેમણ (ગાંધીનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756