આરેણા ગામે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

🌿આરેણા ગામે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો🌿
આજ રોજ તા.09.09.2022,શુક્રવારના રોજ આરેણા ગામે પોઠિયાબાપાની જગ્યામાં આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજનો આ કેમ્પ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી- જુનાગઢની સુચના તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી- જુનાગઢના માર્ગદર્શન મુજબ યોજાયો હતો.
આજના આ કેમ્પનું આયોજન આરેણા ગામના સરપંચશ્રી તેમજ પેટા આરોગ્યકેન્દ્ર-આરેણા દ્વારા કરવામાં આવ્યું હતું.
આજના આ કેમ્પની શરુઆત આરેણા ગામના માજી સરપંચશ્રી જગમાલભાઈ નંદાણિયા તથા રામસીભાઈ ચુડાસમા તેમજ ઊપસ્થિત આયુર્વેદ ડૉક્ટરશ્રીઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.
આજના આ કેમ્પમાં આયુર્વેદ મેડિકલ ઓફીસર ડૉ.ખેરાણી સાહેબ સહિત ૫ આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ અને એક હોમિયોપેથી ડૉક્ટરશ્રી મળી કુલ ૬ ડૉક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે ૧૫૦ જેટલા દર્દીઓનું નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.આજના આ કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓને દવા અને ચેક અપ વિનામુલ્યે કરી આપવામાં આવ્યું હતું.
આજના આ કેમ્પ માટે માં ગૌસેવા ટીમ અને શિવમ્ ચક્ષુદાન આરેણાના સેવકો દ્વારા જરુરી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.માં ગૌસેવાની ટીમ તથા શિવમ્ ચક્ષુદાન આરેણાના આયોજન અને વ્યવસ્થા થકી અવારનવાર આવા કેમ્પ થતા રહે છે અને ભવિષ્યમાં પણ લોકો માટે તેમજ પર્યાવરણ અને પ્રકૃતિ માટે આવા કાર્યક્રમો થતા રહેશે.
આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે.આયુર્વેદ ઔષધીથી ઘણા જટીલ રોગોમાં સારવારથી પરિણામ મળ્યાના પુરાવા છે.વ્યક્તિ થોડી ધિરજ અને વૈદ્ય દ્વારા સુચવેલ પરેજી પાળે તો ચોક્કસ તેમાં પરિણામ મળે છે.આ ઉપરાંત આયુર્વેદ ઔષધીથી કોઈ આડઅસર થતી નથી,જો કે નિષ્ણાંતની સલાહ લિધા વિના જો આયુર્વેદનો આડેધડ ઉપયોગ કરે તો પ્રોબ્લેમ થઈ શકે પરંતુ આયુર્વેદ નિષ્ણાંત પાસેથી યોગ્ય સલાહ અને સારવાર લેવામાં આવે તો રોગને જડમુળમાંથી નાબુદ કરવાની શક્તિ આપણી ઔષધીઓમાં રહેલી છે.દર્દીએ ફક્ત વિશ્વાસ અને પરેજી પાળી અનુસરણ કરવાની જરુર છે.પુરાણોમાં વર્ણવેલ કથા મુજબ દેવતાઓના વૈદ્ય અશ્વિનીકુમારોએ ચ્યવન ઋષિને યુવાની અને આંખોની રોશની આપી હતી.તેમજ સમુદ્રમંથન વખતે ભગવાન વિષ્ણુંના અંશ સ્વરુપ ભગવાન ધન્વંતરિ ઔષધીઓ અને અમૃતકળશ સાથે પ્રગટ થયા હતા અને તેમણે તેમના શિષ્યોને મોટીધણેજ,તા.માળિયા(હાટીના),જી.જુનાગઢ મુકામે આયુર્વેદનું જ્ઞાન આપી ત્યાં સમાધી લીધી હતી.
આજના આ કેમ્પમાં આયુર્વેદ ડોક્ટરશ્રીઓએ ઉપસ્થિત રહી દર્દીઓની સારવાર કરી યોગ્ય માર્ગદર્શન આપેલ એ બદલ તમામ ડૉક્ટરશ્રીઓનો સરપંચશ્રી,શિવમ્ ચક્ષુદાન આરેણા,માં ગૌસેવા ટીમ-આરેણા તથા આરેણા ગ્રામજનો વતી ખુબ ખુબ આભાર માનીએ છીએ.ભવિષ્યમાં થતા આવા કેમ્પોમાં આપ ઉપસ્થિત રહી સહકાર આપતા રહો તેવી આશા સાથે…..
🙏જય ધન્વંતરિ🙏
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756