તું હી મૈં રકત એકની વનક્ષેત્રના વનવાસી બાંધવો સાથે વિભાવના ચરિતાર્થ

તું હી મૈં રકત એકની વનક્ષેત્રના વનવાસી બાંધવો સાથે વિભાવના ચરિતાર્થ
ઉત્તર ગુજરાતનાં વનક્ષેત્રમાં વનબાંધવો માટે યોજાયેલ મેડિકલ કેમ્પમાં ૧૨ ગામોનાં લોકોએ સારવાર ચિકીત્સાનો લાભ લીધો
વનવાસી કલ્યાણ પરીષદ જુનાગઢ એકમ દ્વારા ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા થકી સંસ્કૃતિની રક્ષા સાથે સમરસ સમાજ નિર્માણમાં અવ્વલ ભુમીકા
જૂનાગઢ ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ પરિવાર દ્વારા પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ સહભાગી થઇ સૈા કાર્યકર્તાઓ સાથે મળીને અનેક સેવા યજ્ઞો ઉજવતા હોય છે. જેમાં ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા વગેરે કાર્યક્રમો અંગે સંગઠનમંત્રી ચંદ્રકાંતભાઇ રાવલાણી વનવાસી કલ્યાણ પરીષદની પ્રવૃતિ અંગે જાણકારી આપી બહ્યુ હતુ કે ધર્મ અને રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા માટે સૌને સજાગ બની સહયોગી બની આજે નારીશક્તિ પણ સમાજોત્કર્ષમાં સહભાગી બની રહી છે.
વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત રાજ્યના જૂનાગઢ એકમ દ્વારા ફીજીશ્યન ડો.મુકેશ પાનસુરીયાની અધ્યક્ષતમાં બાળરોગ નિષ્ણાંત ડો. ભરત વોરા, સ્ત્રી રોગ નિષ્ણાંત પિયુષ વડાલીયા આને ડો ચંદ્રીકાબેન,, ફીજીશ્યન ડો. સુધીર અજુડીયા, અસ્થી જન્ય નિષ્ણાંત ડો. ચિરાગ પાનસુરીયા, આયૉવેદાચાર્ય ડો. બોરડની ટીમ દેવગઢ બારીયા તાલુકાનાં અંતરીયાળ એવા જૂના બારીયા અને છોટા ઉદેપુર જિલ્લાનાં કવાટ તાલુકાનાં માણાવાટ ગામે ચિકિત્સા શિબિર આયોજિત કરવામાં આવી હતી. યોજાયેલ મેડીકલ કેમ્પમાં ૧૨ ગામોનાં ૪૩૫ થી વધુ લોકોએ સારવાર ચિકિત્સા નો લાભ લીધો હતો
કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્યાણ પરિષદના વનવાસી કલ્યાણ પરિષદ દાહોદનાં પ્રમુખશ્રી માનસિંગભાઈ ભાભોર, અને છોટાઉદેપુર જિલ્લાનાં અરવીંદભાઇ રાઠવા સહિત જેન્તીભાઇ પટેલ, તથા કાર્યકર્તા ઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે કવાટના ઈશ્વરભાઈ રાઠવા,ગાયત્રીબેન વ્યાસ જુનાબારીયાનાં સરપંચ વિજયભાઇ બારીયા, રામસિંહભાઇ બારીયા કાર્યકરોને સહયોગ પૂરો પાડયો હતો
જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદની ટીમ જ્યારે કવાંટ ખાતે આવેલી વનવાસી કુમાર છાત્રાલય ખાતે આવી પહોંચી ત્યારે આ છાત્રાલયના પ્રિન્સિપાલ અને છાત્રોએ કાર્યકર્તાઓને આવકાર્યા હતા.
મેડીકલ કેમ્પમાં જતા માર્ગમાં કવાટ નજીક હાંફેશ્વર મહાદેવ દર્શને જૂનાગઢ ચિકીત્સા ટીમ કવાટ તાબાનાં માણાવાવ ગામે પહોંચી હતી.સાંજે શિબીર સંપન્ન થયા બાદ પહેલા કવાંટ છાત્રાવાસ ખાતે આયોજીત રાત્રી સભામાં પરિચય દરમિયાન કવાંટ નગર છોટાઉદેપુર જિલ્લા એકમના વનવાસીકલ્યાણ પરિષદના કાર્યકર્તાઓ સાથે જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ એકમના કાર્યકર્તાઓનો પરિચય થયો હતો
સવારે ૮ વાગ્યાથી પ્રારંભ થયેલ ચિકિત્સા શિબિર બપોરના બે વાગ્યા સુધી સતત અવિરત રીતે આરોગ્ય ચિકિત્સકો દ્વારા આસપાસના ગામડાઓના દર્દીઓની સેવા સુવિધા માટે કાર્યરત રહેલ, ચિકીત્સા શિબીરનાં દર્દઓને તમામ દવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી, જરૂર જણાય ત્યાં કાર્ડિયોગ્રામ પેશાબ-રક્તની પરીક્ષણ પણ કરવામાં આવ્યા હતા.
આ ચિકીત્સા શિબીરમાં તબીબ ટીમનાં વડા ડો. મુકેશ પાનસુરીયા, ડો. પિયુષ વડાલીયા, ડો. ચંદ્રીકાબેન વડાલીયા, ડો. ભરતવોરા,ડો સુધીર અજૂડીયા, ડો ચિરાગ પાનસુરીયા, અશ્વિનભાઇ વઘાસિયા, ભરતભાઇ પાનસુરીયા, રોહિતભાઇ લાખાણી, શ્યામ લાખાણી, જયેન્દ્રભાઇ મેઠીયા, રમેશભાઇ ભીમાણી, હરેશભાઇ કાવાણી, મિલન સાવલીયા, પ્રતિક રીબડીયા, ડો. ચીરાગ પાનસુરીયા, શ્રી પાસર પાનસુરીયા, જેઠાભાઇ લાખાણી, ડો. સુધીર અજુડીયા, ગીરીશભાઇ પોશીયા, અશ્વિનભાઇ પોશીયા સંદિપભાઇ ડો. બોરડ, ચંદુભાઇ સુવાગીયા, કુ. સ્વાતિ જાદવ, અશોકભાઇ પ્રિતમાણી, રામભાઇ ગજેરા, રામજીભાઇ રાબડીયા, પ્રકાશભાઇ કનોજીયા, છગનભાઇ સાગાણી, કેતનભાઇ પંડ્યા, પ્રિતુલ અને મિલન સહિત કાર્યકર્તાઓએ બે દિવસ વનક્ષેત્રમં આરોગ્ય લક્ષી કાર્ય કરી સેવારત રહ્યા અને વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વનપ્રદેશનાં વનબાંધવોને વ્યસનમુક્તિ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશો પ્રસરાવતા જાગૃતિ અભિયાન હાથ ધર્યુ હતુ.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756