રાજકોટના કોઠારીયા નિદાન કેન્દ્રના શ્રી નિતિનભાઈ અગ્રાવત સાહેબ આરેણા ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટના કોઠારીયા નિદાન કેન્દ્રના શ્રી નિતિનભાઈ અગ્રાવત સાહેબ આરેણા ની શુભેચ્છા મુલાકાતે
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે તા.૧૧/૯/૨૨ ના દિવસે રાજકોટના કોઠારીયા નિદાન કેન્દ્રના શ્રી નિતિનભાઈ અગ્રાવત સાહેબ આરેણા ખુબજ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા નાથાભાઇ નંદાણીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે પધારેલા હતાં.
આ તકે આરેણા ગામના સરપંચશ્રી બચુભાઇ મકવાણાએ શાલ દ્વારા નિતિનભાઈ અગ્રાવત નું સન્માન કરેલ હતું જ્યારે શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર વતિ શ્રી રાકેશભાઈ યોગાનંદીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરેલ હતી. આજે આ તકે મારા નિવાસ્થાને ભરત ભાઈ ભાદરકા તેમજ સતિષભાઈ જોટવા અને રાહુલ ભાઈ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
પુજ્ય નિતિનભાઈ અગ્રાવત સાહેબ એ ૧૮૧ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્ત દાન કરેલ છે અને એમના દિકરા અને દિકરી સાથે પુરો પરિવાર રેગ્યુલર રક્ત દાતા છે.થોડા સમય પહેલા જ ગુજરાત રાજ્ય ના માનનિય રાજ્યપાલશ્રી દ્વારા પણ નિતિનભાઈ નું વધુ રક્તદાન કરવાના સદ કાર્ય બદલ સન્માન થયેલ છે.
આવી વિભુતિ આજે શિવમ્ ચક્ષુદાન-આરેણા ના આંગણે પધારેલ એ અમારું અહોભાગ્ય છે. સાહેબ આપ આપના વ્યસ્ત સમય માંથી પણ સમય કાઢીને પધાર્યા છે એ બદલ હ્રદય થી આભાર. જય સિયારામ 🙏🏼
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756