ભાદરવી મહામેળો પુર્ણ થતા યુજીવીસીએલનુ કૌંભાંડ બહાર આવ્યુ!

ભાદરવી મહામેળો પુર્ણ થતા યુજીવીસીએલનુ કૌંભાંડ બહાર આવ્યુ!
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. કોરોના કાળના 2 વર્ષ બાદ ભાદરવી મહામેળો અંબાજી ખાતે 5 થી 10 સપ્ટેમ્બર સુધી સુખ સંપન્ન રીતે પૂર્ણ થયા બાદ અંબાજી યુજીવીસીએલ નુ મોટું કૌંભાંડ બહાર આવ્યુ છે. ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક કમિટી બનાવીને આ કૌભાંડમા સામેલ અધિકારી અને કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ચોક્કસપણે વાત કરવામાં આવે તો અંબાજી જગવિખ્યાત યાત્રાધામ છે. અંબાજી ખાતે ઊર્જા વિભાગનું સંચાલન યુજીવીસીએલ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે ભાદરવી મહામેળો 2022ના વર્ષમા તારીખ 5 થી 10 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે યોજાયો હતો. દર ભાદરવી મેળામાં યુજીવીસીએલ સંસ્થા દ્વારા દુકાન ધારકોને ડિપોઝિટ લઈને લાઈટ આપવામાં આવતી હતી. મેળા દરમિયાન આપવામાં આવતી લાઈટો દુકાનદારક અન્ય દુકાનદારને લાઈટ આપી શકતો ન હતો તો પછી 2022 ના મેળામાં યુજીવીસીએલ સંસ્થા દ્વારા કેમ લાઈટના ઓછા મીટરો આપવામાં આવ્યા, 2019 ના મહામેળામાં આપવામાં આવેલા હંગામી વીજ કનેક્શન કરતા 2022 ના મહા મેળામાં ખૂબ જ ઓછા વીજ કનેક્શન કેમ અપાયા તે તપાસનો વિષય છે.
@@ આ મુદ્દાઓની તટસ્થ તપાસ કરવામાં આવે @@
1. યુજીવીસીએલ સંસ્થા 2019 ના મેળામાં કેટલા હંગામી વીજ કનેક્શન આપ્યા તેની માહિતી રજૂ કરે.
2. જયારે 2022 ના મહામેળામાં યુજીવીસીએલ સંસ્થા દ્વારા કેટલા હંગામી વીજ કનેક્શન અપાય તેની પણ માહિતી રજૂ કરે.
3. ભાદરવી મહામેળા 2022 મા અઘધ 130 પ્લોટ મા માત્ર 6 વીજ મીટર કેમ અપાયા?
4. હંગામી 1 મીટરની ડિપોઝિટ 15000 રૂપિયા, તો વીજ વિભાગને આટલું નુકસાન કેમ?
5. ભાદરવી 2022 મેળામાં યુજીવીસીએલ સંસ્થા દ્વારા કયા કયા વિસ્તારોમાં લાઈટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવે.
6. અંબાજી યુજીવીસીએલ સંસ્થાના જે પણ કર્મચારી કે અધિકારી સંડોવાયેલા હોય તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
7. અંબાજી યુજીવીસીએલ ઓફિસમાં ઘણા વર્ષથી ચિંગમની જેમ ચોટીને બેઠેલા કર્મચારીઓની કેમ બદલી થતી નથી.
8. સામાન્ય વેપારીની દુકાન કે ઘરમાં લાઇટનો લોડ વધી જાય છે તો યુજીવીસીએલ સંસ્થા દ્વારા પેનલ્ટી લગાવવામાં આવે છે અને વધુ લાઈટ ના વપરાશ માટે ફરી ડિપોઝિટ લેવાય છે.
9. મળતી માહિતી પ્રમાણે ભાદરવી મહામેળો 2022 માં હંગામી પ્લોટોમાં કયો માથાભારે વ્યક્તિ 1500 રૂપિયામાં લાઈટ કનેક્શન આપતો હતો.
10. યુજીવીસીએલ સંસ્થાનો નિયમ છે કે એક મીટર માંથી એક જ કનેક્શનનું વપરાશ થઈ શકે તો પછી આટલું મોટું કૌભાંડ થયું તો ક્યાક્યા દુકાન ધારકો પાસેથી તેમને દંડ વસૂલ કર્યો તેની માહિતી જાહેર જનતા ને આપવામાં આવે.
@@ ગબ્બર ખાતે પણ કેટલા કનેકશન 2019 મા અપાયા અને 2022 મા અપાયા તેની તપાસ કરવામાં આવે @@
ભાદરવી મહામેળો સુખ સંપન્ન રીતે પૂર્ણ થયા બાદ યુજીવીસીએલ સંસ્થા વિવાદોમાં આવી છે, 2019 માં ગબ્બર ખાતે કેટલા હંગામી વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા અને 2022 મા ગબ્બર ખાતે કેટલા હંગામી વીજ કનેક્શન અપાયા તેની માહિતી પણ જાહેર જનતા સમક્ષ અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવે અને જો કૌભાંડ થયું હોય તો ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં કમિટી બનાવીને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
@@ યુજીવીસીએલ સંસ્થામાં ઘણા અધિકારીની સુંદર કામગીરી @@
યુજીવીસીએલ સંસ્થામાં ઘણા અધિકારીઓની સુંદર કામગીરી જોવા મળી છે. એલ આર ગઢવી સાહેબની કામગીરી પણ ખુબ જ સુંદર અને નોંધપાત્ર રહી છે. યુજીવીસીએલ સંસ્થામા બનાસકાંઠા જિલ્લામા, દાંતા તાલુકામા અને અંબાજીમાં પણ ઘણા સારા અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે અને કર્મચારીઓ પણ પોતાની ફરજ સુંદર રીતે બજાવી રહ્યા છે. પણ કેટલાક અધિકારી અને કર્મચારીને લીધે યુજીવીસીએલ સંસ્થા બદનામ થઈ રહી છે.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756