ભુજ થી મુંબઈ અને દિલ્હી જતી ટ્રેનોને ભચાઉ સ્ટોપ આપો :

ભુજ થી મુંબઈ અને દિલ્હી જતી ટ્રેનોને ભચાઉ સ્ટોપ આપો :
કેન્દ્રીય રેલ્વે મંત્રી પાસે ગોવિંદ દનીચાની રજૂઆત .
ગાંધીધામ: ભુજ અને ગાંધીધામ થી દિલ્હી અને મુંબઈ જતી ટ્રેનોને ભચાઉ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસ.સી. વિભાગના કન્વીનર ગોવિંદ દનીચાએ કેન્દ્રીય રેલ્વે મંત્રીને રજૂઆત કરી છે .
શ્રી દનીચા એ વિગતો આપતા જણાવ્યું હતું કે” કચ્છમાંથી અનેક લોકો ધંધાર્થે ગુજરાતની બહાર દિલ્હી મુંબઈ સુધી સ્થાયી થયા છે ત્યારે માદરે વતન કચ્છ આવતા જતા લોકો માટે ભચાઉ ટ્રેન સ્ટોપ ન હોવાથી લાંબા સમયથી તકલીફો વેઠવી પડી રહી છે. ભચાઉ સ્ટેશન થી ચાર ટ્રેનો પસાર થાય છે પરંતુ એક પણ ટ્રેનનું અહીં સ્ટોપ ન હોવાથી પ્રવાસીઓને ના છૂટકે ગાંધીધામ અથવા સામખીયાળી દોડવું પડે છે. આ ટ્રેનો પકડવા માટે ખાનગી વાહનો ભાડે કરવા પડતા હોય ખર્ચ વધી જતું હોય છે સાથે સાથે સામખયાળી પહોંચતા ટ્રેન ચૂકી જવાના કારણે બીજા દિવસે ધંધાર્થે પહોંચી શકાતું ન હોવાથી પ્રવાસીઓ ને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે . આર્થિક રીતે સક્ષમ પ્રવાસીઓ તો ગાંધીધામ અને સામખીઆરી સુધી વાહન ભાડે રાખી શકતા હોય છે પરંતુ આ માટે સામાન્ય પ્રવાસીઓને ખાનગી વાહન કરવું આર્થિક રીતે ખૂબ જ મોંઘું પડતું હોય જો ભચાઉ સ્ટેશન પર આ ચાર ટ્રેન નો સ્ટોપ આપવામાં આવે તો કચ્છના લોકોને અને બહાર વસતા લોકો ને ખૂબ જ રાહત મળી રહે તેમ છે.
શ્રી દનીચા એ રજુઆત કરતા જણાવ્યું હતું કે ભચાઉ રેલવે સ્ટેશન પર લાંબા લાંબા સમયથી કોચ ઇન્ડિકેટર પણ બંધ પડ્યા છે જે કાર્યરત કરવાની ખાસ જરૂર છે. લિફ્ટની વ્યવસ્થા પણ સામાજિક કાર્યો કરતી સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે સ્ટેશન પર પ્રવાસીલક્ષી સુવિધાઓ ની વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવાની ખાસ જરૂર છે સાથે સાથે મા આશાપુરા એક્સપ્રેસ ટ્રેનને વહેલી તકે સ્ટોપ આપવામાં આવે તેવી માંગ શ્રી દનીચા એ કરી છે.
હાલમાં તહેવારોની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે નવરાત્રીમા માતાનામઢ જવા માટે દૂર દૂરથી લોકો કચ્છમાં આવવા માટે નીકળશે અને દિવાળી નિમિત્તે લાખો લોકો કચ્છ જિલ્લાના પ્રવાશે આવશે. રેલવે વિભાગ ને ભરપૂર ટ્રાફિક પણ મળી રહે તેમ છે .જેથી આ ચાર ટ્રેનોને ભચાઉ રેલ્વે સ્ટેશન પર ત્વરિત સ્ટોપ આપવા શ્રી દનીચા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756