વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત

વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પશુપાલન ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે કેશોદ માંગરોળ વિસ્તારના રૂ. ૨.૧૫ કરોડના કુલ ૧૦૬ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
જન સુખાકારીના તમામ માળખાગત કામો સરકારે પૂર્ણ કર્યા છે-મંત્રીશ્રી
જૂનાગઢ : વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ વિસ્તાર માટે જનસુખાકારીના રૂપિયા ૨.૧૫ કરોડના કુલ ૧૦૬ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ પશુપાલન અને રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કેશોદના પાનદેવ લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે માંગરોળ અને કેશોદના જન સુખાકારી માટેના કુલ ૧૦૬ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી દેવાભાઈ માલમ એ જણાવ્યું હતું કે, હર હમેશ દેશની ચિંતા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા ગુજરાતના સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારને વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. રાજ્યની ડબલ એન્જિન સરકારે ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે અનેક લોકહીત લક્ષી નિર્ણયો લઈને સંકલ્પથી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકારે અનેક સેવાઓને ઘર આંગણે પહોંચાડી લોકોની સરળતામાં વધારો કર્યો છે. સરકારે માળખાગત તમામ કામો પૂર્ણ કર્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસલક્ષી કામો કરતી અમારી સરકાર પ્રત્યે લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી આજે ગુજરાતની વિકાસયાત્રા ઉંચા શિખર પર પહોંચી છે. વિશ્વાસથી વિકાસ એ અમારી સરકારી નેમ છે પૂર્ણ થઈ છે.
ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ, આયાત નિકાસ, નાણાકીય આયોજન, કોવિડ મેનેજમેન્ટ, રમતગમત સહીત દરેક ક્ષેત્ર દેશમાં રોલ મોડલ બન્યું છે.મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે મંદીના માહોલમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાતી ભૂમિકા પણ અગત્યની રહી છે.
આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી લાભુબેન પીપળીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેન્દ્રકુમાર દેત્રોજા, શ્રી ગૌરાંગભાઈ વ્યાસ શ્રી પ્રવીણભાઈ ભાલાળા, શ્રી મોહનભાઈ બુટાણી, શ્રી વંદનાબેન મકવાણા, કેશોદ પ્રાંત અધિકારી શ્રી ગરચર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756