વિશ્વાસથી વિકાસ યાત્રા:માણાવદર – વંથલી તાલુકામાં ૩.૯૪ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિશ્વાસથી વિકાસ યાત્રા:માણાવદર – વંથલી તાલુકામાં ૩.૯૪ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ જનસેવાના ૧૨૨ પ્રકલ્પોનું માણાવદર ખાતેથી ઈ – લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું
જૂનાગઢ : વિશ્વાસથી વિકાસ યાત્રા કર્યક્રમ હેઠળ માણાવદર- વંથલી તાલુકામાં રૂ. ૩.૯૪ કરોડના ૧૨૨ જનસેવા અને વિકાસના કામોનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા નિર્મિત ગુજરાત રાજ્યની સર્વાંગીણ વિકાસની ગાથા રજૂ કરતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.
વંથલી પ્રાંત હેઠળ માણાવદરની લાયન્સ સ્કૂલ ખાતે જનસેવાના આ પ્રકલ્પોને લોકાર્પિત કરતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, એક સમયે વિકાસના અને પ્રજાલક્ષ પ્રજાકીય કામો માટે ખૂબ મર્યાદિત અનુદાન મળતું હતું, ત્યારે આ રાજ્ય સરકારના બે દાયકાથી વધુના શાસનકાળમાં વિકાસ કામો માટે ગ્રાન્ટસ ખૂબ મોટો વધારો થવાથી જન સુખાકારીના કામોને એક નવો વેગ મળ્યો છે. તેની આજે લોકો પણ પ્રતીતિ કરી રહ્યા છે.
વિકાસના આ કામોમાં ધારાસભ્યો જન પ્રતિનિધિઓ નિમિત બનતા હોય છે અને લોકો માટે જોયેલા સપનાઓ સાકાર થતા હોય તેની તેનો સ્વભાવિક રીતે આનંદ પણ હોય, તેમ જણાવતા પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીએ વિકાસના કામોનો લાભ લેવા માટે જણાવ્યું હતું. અંતમાં તેમણે સૌના સાથ અને સૌના વિકાસની આધારશીલા પર રાજ્ય સરકાર કામ કરી રહી હોવાનું ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન ડઢાણીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની વિકાસનાની યાત્રા અવિરત પણે ચાલુ રહેવાની છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અગ્રણી શ્રી મનોજભાઈ ઠુંમરે જણાવ્યું કે, આ વિસ્તારમાં અવીરતપણે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાની સાથે લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાના પ્રયાસોથી માણાવદર, વંથલી, મેંદરડા જેવા નાના સેન્ટરોમાં પણ રમણીય રિવરફ્રન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે તેમણે ગુજરાત રાજ્યને વિકાસનું મોડલ સ્ટેટ ગણાવતા વીજળી, રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી મીરાબેન સોમપુરાએ શાબ્દિક સ્વાગત અને વંથલીના મામલતદાર શ્રી જાડેજાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે માણાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ગોર, માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નિરવભાઈ પાનસરા, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મૈતર, બાંટવા નગરપાલિકાના શ્રી રાજુભાઈ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, માણાવદર, બાંટવા તથા વંથલીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો- જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756