મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસના કામો થયા છે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસના કામો થયા છે: સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિસાવદરમાં રૂ. એક કરોડથી વધુ રકમના ૧૦૦થી વધુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યું
જૂનાગઢ : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસના કામો અને જન સેવાના અવિરત કાર્યો થયા છે તેમ જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ વિસાવદર ખાતે કહ્યું હતું.
વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વિસાવદર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ વિસાવદર માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને સાંસદ શ્રીએ જન સેવામાં સરકારે નિર્ણાયક નિર્ણયો લઈને અનેક સેવાઓ લોકોને સમર્પિત કરી છે તેમ પણ જણાવ્યું હતું.
વિસાવદર ખાતેથી પ્રાંત વિસ્તારના રૂપિયા 1.23 કરોડના અંદાજે 104 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાંસદ શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વિકાસની ગાથા રજુ કરતી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, અગ્રણી સર્વ શ્રી નરેન્દ્રભાઈ કોટીલા, હરિભાઈ, ઉમેશભાઈ સંગઠનના સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કાર્યક્રમનો ઉદ્દેશ તેમજ સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી શ્રી કીર્તનબેન રાઠોડે કર્યું હતું. ભેસાણના તાલુકા વિકાસ અધિકારીએ પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. જ્યારે આભાર વિધિ વિસાવદર ના તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756