સેવા કરવાની સાચી રીત કઈ?

સેવા કરવાની સાચી રીત કઈ?
Spread the love

આપને રોજ રાત પડે ને કાલે આમ કરવાનું છે? કાલે આને મળવાનું છે? કાલે આને પેમેન્ટ કરવાનું છે વિચારી રાતે પુરતી નિરાંતની ઊંઘ પણ લઈ શકતા નથી સવાર પડતા જ પાછું આખો દિવસ એજ રૂટિન ભાગદોડ ચાલુ થઈ જાય છે આપને મોકળાશ નિરાતનો એક શ્વાસ પણ લઈ શકતા નથી
તમને ખબર છે કે તમારી અર્ધા ઉપરાંતની સમસ્યાઓ અને તકલીફોનું મૂળ શુ છે? આ બધી પળોજનો રાજનીતિને કારણે જ થાય છે .આપને એક શેરીમાં કે મોહલ્લામાં બાજુ બાજુમાં વરસોથી આરામથી રહીએ છીએ.એક બીજા સાથે વાટકી વહેવાર પણ છે એક બીજાના તમામ પ્રસંગો તહેવારો બધા ભેગા મળીને ઉજવીએ છીએ. પણ જો તમારે ત્યાં પાંચ વરસ પુરા થવા આવ્યા છે ચૂંટણી નજદીકમાં છે તો તમને જાણી જોઈને યાદ કરાવવામાં આવે છે કે આપનો પાડોશી આપનો મિત્ર આપનો હિતેચ્છુ નથી.આપણાથી અલગ છે .આ રાજનીતિ છે કોઈ એના મતલબ માટે સ્વાર્થ માટે આ વેરઝેરના બીજ રોપે છે ને તમારી ચિંતા તકલીફોમાં વણજોઈતો વધારો જાણ્યે અજાણ્યે થઈ જાય છે કાલે ઉઠીને આપના જીવનમાં સોનાનો સૂરજ ઊગે કે દેશમાં આગામી 20 વરસ સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ નહીં થાય તો આપની અર્ધી તકલીફો મુસીબતો ચિંતા ઓટોમેટિક જ દુર થઇ જાય અને આપને આરામથી શાંતિથી જીવન જીવી શકીએ.
જો તમારી પાસે સમય હોય રૂપિયા હોય અને તમને સમાજ સેવા કરવાનો શોખ હોય તો તમને રાજનીતિમાં જવાની કોઈ જરૂર જ નથી.તમે આમ જ બહાર રહી સાચી દિલથી સેવા કરી શકો છો.યાદ રાખો જો તમે કોઈને દિલથી નાની પણ મદદ કરો છો કોઈને મદદરૂપ થાવ છો તો તમને ચોક્કસ તમારા સંકટ સમયે મદદ મળશે ને મળશે જ કોઈ અદ્રશ્ય હાથ તમારી મદદે આવશે ને આવશે જ
સામાન્ય રીતે એક અને એક બે થાય છે એક અને એક ભેગા મળી કામ કરીએ તો સંગઠનની રીતે એક અને એક અગિયાર કહેવાય એક અને એક ભેગા મળી એક જ રહે એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય એવો દિવ્ય અને ઉચ્ચ કોટીનો પ્રેમ હવે જોવા મળતો નથી એ અલગ વાત છે એક અને બીજો એક એક બીજામાં લીન થઈ જાય એને આધ્યાત્મિક કહી શકાય પણ રાજનીતિ હમેશા એક ને બીજા સામે વિરોધ કરવા ઊભો રાખી જ દે છે અને અહીંથી જ બધી તકલીફો ચાલુ થાય છે
રાજનીતિ માત્રને માત્ર સ્વાર્થ પર જ ચાલે છે મતલબ પર જ ચાલે છે તમે કેટલા મત અપાવી શકો છો એની પર જ બધો દારોમદાર છે આપને એ પાયાની વાત ભુલી જઈએ છે કે આપણાથી કોઈનું હ્ર્દય દુભાવુ જોઈએ નહી કોઈને જાણ્યે અજાણ્યે પણ કોઈ દર્દ દુઃખ પૉહચવું જોઈએ નહી
આપને જો વધુ દુઃખી ના થવું હોય તો કોરોના વખતે આપને ટી.વી પર સમાચાર જોવાનું બંધ કરી માનસિક મોકળાશ શાંતિ અનુભવતા હતા એ રીતે રાજનીતિની કોઈ પણ વાતને એક કાનેથી કાઢી બીજા કાનેથી કાઢી નાખતા શીખવું પડશે.બહુ મહત્વ આપવાનું નહી .
જો તમને તમારું નામ કરવું છે તમને માન અકરાંમ પ્રતિષ્ઠા પદ જોઈતું હોય તો રાજનીતિ વગર પણ તમે આ બધું મેળવી શકો છો શરૂઆત તમારી આજુબાજુથી કરો
જો તમે ટીકીટ મેળવવા લાખો ખર્ચતા હોવ ટીકીટ મળ્યા પછી પ્રચારમાં બીજા લાખો ખર્ચતા હોવ મતદાનની આગલી રાતે અને મતદાનના દિવસે બીજા લાખો ખર્ચતા હોવ પરિણામ સુધી પરિણામ તમારી તરફેણમાં આવે એ માટે યેનકેન પ્રકારે બીજા લાખો ખર્ચતા હોવ અને ભગવાન ના કરે તમે હારી ગયા તો તમે જીતશો તો તમે ચકરવૃદ્ધિ વ્યાજ સાથે તમે રોકેલી એક એક પાઇ વસુલ કરશો એની અમને પાકી ખાત્રી છે તમારા પર હમને પૂરો ભરોશો છે અમને ગળા સુધી તમારી પર વિશ્વાસ છે આપને કોઈના મોં પર સ્મિત લાવી શકીએ કોઈને આપના કામથી મદદરૂપ થઈએ કોઈનો માંહ્યલો આપના બે શબ્દોથી રાજી થાય તો એમ સમજ જજો કે આ ધરતી પર આપનો ફેરો સફળ થઈ ગયો.જીવનમાં રાજનીતિ સર્વસ્વ નથી જ નથી આ સત્ય વહેલી તકે સમજી લેવાની જરૂર છે કુદરતને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા હમને ઉસે હિંદુ યાં મુસલમાન બનાયા. સાહીર લુધીયાનવી સાહેબની આ રચનાનો મતલબ સમજવાની જરૂર છે જય હિંદ જય ભારત

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!