ખેડબ્રહ્મા: પોશીના કોંગ્રેસના ગઢમાં ગાબડું પડાવતા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ

ખેડબ્રહ્મા: પોશીના કોંગ્રેસના ગઢમાં ગાબડું પડાવતા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ
પોશીના તાલુકાના પીપળીયા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ ખેતીવાડી જિલ્લા ચેરમેન તથા સિંચાઈ ચેરમેન રણછોડભાઈ જી. અંગારી તથા કોંગ્રેસ ના પૂર્વ તાલુકા સદસ્ય ભીખાભાઈ ડી. અંગારી તથા પૂર્વ સરપંચ સોમાભાઈ એન ગમાર તથા પીપળીયા ગામના આગેવાનો અને 125 જેટલા કોંગ્રેસી કાર્યકરો પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ તથા પોશીના ભાજપ તાલુકા પ્રમુખ લોકેશભાઈ ગમાર પોશીના તાલુકા પ્રમુખ ચીમનભાઈ ગમારના સાનિધ્યમાં કોંગ્રેસ પાર્ટી ને છેલ્લા રામ રામ કરી ભાજપ પક્ષમાં જોડાયા હતા.
પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળે પોશીના તાલુકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડાવી ભારતીય જનતા પક્ષ માં સામેલ કરવામાં સફળ રહ્યા હતા
પોશીના તાલુકામાં વિકાસના કામો હજુ પણ વધુ વેગવંતા બને તે માટે પોશીના તાલુકાના રણછોડભાઈ તથા ભીખાભાઈ અંગારી અને સર્વે કાર્યકરોએ અશ્વિનભાઈ સમક્ષ માગણી કરી હતી.
હજુ પણ પોશીના તાલુકા કોંગ્રેસના ગઢમાં વધુ ગાબડા પડે તે માટે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ સક્રિય બન્યા છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર દરેક કાર્યકરોને પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ તથા ભારતીય જનતા પાર્ટી પોશીના તાલુકા પ્રમુખ અને પોશીના તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756