ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોએ ડી.સી.એફને આવેદનપત્ર આપ્યું

ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોએ ડી.સી.એફને આવેદનપત્ર આપ્યું
Spread the love

ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોએ ડી.સી.એફને આવેદનપત્ર આપ્યું.
ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં વનપાલ અને વનરક્ષકો બાદ હવે જંગલોમાં પાયાની ભૂમિકા બજવનાર રોજમદારોએ પણ વિવિધ પ્રશ્નોનાં ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે.ડાંગ જિલ્લાનાં વનવિભાગનાં રોજમદારોએ ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના તથા ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે ડાંગ જિલ્લામાં વનવિભાગમાં કામ કરતા રોજમદારોનું ગુજરાત વન શ્રમયોગી સંઘ નામનું યુનિયન ચાલે છે.અમારા વિવિધ પ્રશ્નો બાબતે યુનિયન દ્વારા વારંવાર રજુઆત કરવા છતાંય તેનો ઉકેલ આવતો નથી.રોજમદારોએ જણાવ્યુ હતુ કે વન વિભાગનાં રોજમદારોને અન્ય વિભાગનાં રોજમદારોની જેમ સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવે,રોજમદારોનો તિજોરી મારફત પગાર જમા કરવામાં આવે,વન વિભાગનાં રોજમદારોને 1900નો ગ્રેડ પે લાગુ કરવામાં આવે,પગાર સ્કેલની અમલવારી કરવી,2005 પહેલા ખાતામાં દાખલ રોજમદારોને જૂની પેન્સન યોજના લાગુ કરવી,એસ.એસ.સી પાસ રોજમદારોને કલેરીકલ કામગીરી આપવી,બોનસ વધારો,નોકરીમાં રક્ષણ આપવુ જેવા મુદાઓનાં ઉકેલની સત્વરે માંગણી કરી છે..

રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!