થરાદ ધારાસભ્ય ને કંઈ થશે તો સરકાર જવાબદાર

થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂત છેલ્લા 5 દિવસથી પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો એમની તબિયત વારંવાર બગડી રહી છે એમને કઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રેહશે તેવું ગુલાબસિંહ રાજપૂત નાં સમૅથકો એ જણાવ્યું હતું.થરાદ નાં ધારાસભ્ય ૧૦ જેટલા મુદ્દા નો ઉકેલ લાવવા ઉપવાસ કરી રહ્યા છે ત્યારે કેટલાક મુદ્દાઓ લોકો ની પ્રાથમિક સુવિધાઓને લક્ષી હોવા છતાં સરકાર પુણૅ કરવામાં નિષ્ફળ નિવડી છે પાંચ દિવસ વીત્યા હોવા છતાં સરકાર માં બેઠેલા સતા નાં નશા માં ધુત થયેલા લોકો નાં પેટનું પાણી પણ હલતું નથી એ વિચારવા જેવું છે.ગુલાબસિહ ની ઉપવાસ છાવણીમાં સરહદી પંથકના લોકો ધારાસભ્ય ને અન્ન લેવા આહ્વાન કરી રહ્યા છે પરંતુ ધારાસભ્ય લોકો ની સમસ્યા ની માંગ ને લઈ અડગ છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756