વાર્તા રે વાર્તા’ કાર્યક્રમમાં સંજય થોરાતે રસપ્રદ વાર્તાઓ સાંભળવી ભૂલકાઓને રાજી કરી દીધા

વાર્તા રે વાર્તા’ કાર્યક્રમમાં સંજય થોરાતે રસપ્રદ વાર્તાઓ સાંભળવી ભૂલકાઓને રાજી કરી દીધા
Spread the love

‘વાર્તા રે વાર્તા’ કાર્યક્રમમાં સંજય થોરાતે રસપ્રદ
વાર્તાઓ સાંભળવી ભૂલકાઓને રાજી કરી દીધા

આજના સમયમાં બાળકો વાર્તાઓ વાંચે કે સાંભળે એ ખૂબ અગત્યનું બની ગયું છે. ટીવી અને સ્માર્ટ ફોનના અતિરેક અને કાર્ટૂન ચેનલની ભરમાર વચ્ચે બાળકો પુસ્તક હાથમાં લઈને બેસે અને વાંચે એવા ઉદાત્ત ભાવ સાથે બી ફોર બુક્સ લાઈબ્રેરીના સંચાલિકા ઝંકાર પટેલ દ્વારા ‘વાર્તા રે વાર્તા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘વાર્તા રે વાર્તા’ કાર્યક્રમમાં ભૂલકાઓ અને એમના માતાપિતાને વાર્તાઓ સંભળાવવા ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લાઈબ્રેરીની સભ્ય ધીમહી દ્વારા એમનો પરિચય આપવામાં આવ્યો હતો. સંજય થોરાતે પોતાના ચિત્રના ઉદાહરણ અને એમના એન્જિનિયરિંગ ડ્રોઇંગ કોલેજમાં હજુ પણ લાઈબ્રેરીમાં જોવા મળે છે, એવા ઉદાહરણ સાથે વાર્તાલાપ શરૂ કર્યો હતો.
સંજય થોરાતે નાની નાની મોરલ સ્ટોરી સાથે શરૃઆત કરી પછી રામાયણ અને મહાભારતની અજાણી વાર્તાઓ કહીને ભૂલકાઓ રાજી કરી દીધાં હતાં. આ કાર્યક્રમમાં ૨૫ ભૂલકાઓ અને એમના માતાપિતા અને અને સભ્યો એમ ૫૦ જણાએ રસપૂર્વક આ વાર્તાઓ સાંભળી હતી. લાઈબ્રેરીના નાના બાળકોએ “તમે લેખક કેવી રીતે બન્યા?” જેવા પ્રશ્નો પુછી લેખકની અંતરંગ વાતો જાણી હતી.
“વાર્તા રે વાર્તા” કાર્યક્રમ દરમિયાન સંજય થોરાતે બાળકોને સહજ રીતે પ્રશ્નો પૂછ્યા હતા અને સાચો જવાબ આપનારને સુંદર મેસેજના કાર્ડ ભેટમાં આપ્યા હતા. કાર્યક્રમમાં છેલ્લે એમણે બાળગીત પણ ગવડાવ્યું હતું. આનંદની વાત એ હતી કે પેરેન્ટ્સ દ્વારા લેખકનું પુસ્તક “હેલ્લો ફ્રેન્ડ્સ” ખરીદવામાં આવ્યું અને એના પર લેખકના ઓટોગ્રાફ લેવામાં આવ્યા હતા.
બી ફોર બુક્સ લાઈબ્રેરીમાં ગુજરાતી અંગ્રેજી મળી પાંચ હજારથી વધુ પુસ્તકો બાળકો માટે હાજર છે અને મોબાઈલ એપ દ્વારા પુસ્તકની આપલે થાય છે. આ કાર્યક્રમમાં જાણીતા બાળ લેખિકા રેખા ભટ્ટ હાજર રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બી ફોર બુક્સ લાઈબ્રેરી સ્ટાફ અને ઝંકાર પટેલ સાથે શશિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આખો કાર્યક્રમ બાળકો અને એમના પેરેન્ટ્સ માટે યાદગાર બની રહ્યો હતો અને ફરીથી વાર્તા રે વાર્તા કાર્યક્રમનું આયોજન થાય એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!